વાંકાનેર સીટી પોલીસ મથકના મર્ડરના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપીને એસઓજીએ શોધી કાઢયો
છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
SHARE
છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મોરબી પોલીસવડા સુબોધ ઓડેદરા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરાયેલ હોય ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢણીયા તેમજ સ્ટાફ પ્કયત્નશીલ હતો તે દરમ્યાનમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વર્ષ-૨૦૧૬ માં આઇપીસી કલમ -૩૬૩, ૩૬૬ (અપહરણ) અને એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫) ના ફરાર આરોપી ઇશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉ.વ.૩૦) રહે. ગામ જહાંગીરપુર, તહસીલ બડોદ, જી, અગર, મધ્યપ્રદેશ વાળો મધ્યપ્રદેશના જહાગીરપુર ગામે હોવાની બાતમી મળેલ જેને આધારે એક ટીમ બનાવીને આરોપી બાબતે તપાસ કરવા રવાના કરેલ હોય જેથી પીએસઆઇ વી.કે.કોઠીયા તથા ટીમના માણસોએ મધ્યપ્રદેશના બડોદ તાલુકાના જહાંગીરપુર ખાતે જઇ તપાસ કરતા છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામા ફરાર ઇશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામીને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પીઆઇ ગોઢાણીયા, પીએસઆઇ કોઠીયા તથા સ્ટાફના દિલીપભાઇ ડેડાણી, જયપાલસિંહ ઝાલા તથા યશવંતસિંહ ઝાલા દ્રારા કરવામાં આવેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”