મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં દાજી ગયેલ આધેડનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત


SHARE







મોરબીમાં દાજી ગયેલ આધેડનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત

મોરબીના સામાકાંઠે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા આધેડ કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને ત્યાં સ્પ્રેડાયર વિભાગમાં ગરમ માટીની વરાળ લાગતા હતા દાજી ગયા હતા જેથી તેઓને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં રાજકોટ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વૃષભનગર સોસાયટીમાં નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા શાંતિભાઈ માવજીભાઈ ભલાણી જાતે પટેલ નામના ૫૭ વર્ષીય આધેડ ગત તા.૨૪-૭ ના રોજ શહેરના સામાકાંઠ આવેલ કારખાનામાં સ્પ્રેડાયર વિભાગમાં કામ કરતા હતા ત્યારે સ્પ્રેડાયર વિભાગમાં ગરમ માટીની વરાળ લાગતા તેઓ દાજી ગયા હતા જેથી કરીને શાંતિભાઈ ભલાણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલે ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન આજે તેઓનું મોત નિપજ્યું હતું.મૃતકને સંતાનમાં એક દીકરો-દીકરી હોવાનું જાણવા મળે છે.હાલ રાજકોટ ખાતેથી યાદી આવતા મોરબી પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે પુલ ઉપર પાણીપુરીની લારી લઈને જઈ રહેલા પુષ્પેન્દ્ર માનસિંગ વિસાદ (૨૩) અને બલરામ વીરજી વિસાદ (૨૪) નામના બે યુવાનોની પાણીપુરીની લારી કાર સાથે અથડાઈ હતી જેથી પુષ્પેન્દ્ર અને બલરામને ઇજાઓ તથા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાઈક લઈને જઇ રહેલા સુલતાનસિંગ નામના ૪૦ વર્ષના યુવાનોનું બાઈક રસ્તામાં સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે રહેતા પૂજાબેન મહેશભાઈ વાણીયા નામની ૨૬ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેના ઘેર ફીનાઇલ પી ગઈ હતી જેથી કરીને તેણીને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News