મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત સક્રિય


SHARE









મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત સક્રિય

મોરબીમાં મેડિકલ કોલેજ ઝડપથી શરૂ થાય તે માટે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત સક્રિય છે.

જે અંતર્ગત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયત્નોને સફળતા મળી રહી છે. તેમની સતત સક્રિયતાના કારણે ચાલુ વર્ષે જ નવા શૈક્ષણિક સત્રથી જ મેડિકલ શરૂ  થાય તે માટે મોરબી મેડિકલ કોલેજ માટે જુદી જુદી મેડિકલ કોલેજો માંથી ૪૦ તબીબી શિક્ષકોની નિમણૂંક મોરબી મેડિકલ કોલેજ માટે કરવામાં આવી છે. અને તેમને તાકીદે મોરબી ચાર્જ લઈ લેવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. જી.એમ.ઈ.આર.એસ. હસ્તકની જુદી જુદી મેડિકલ કોલેજ ખાતે ફરજ બજાવતા ૪૦ તબીબી શિક્ષકોની બદલી કરીને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ મોરબી ખાતે મૂકવામાં આવ્યા છે.

આ તમામ ૪૦ તબીબી શિક્ષકો મોરબી મેડિકલ કોલેજ ખાતે પોતાનો ચાર્જ સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સત્વરે મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તેમના પ્રયાસોના ફળ સ્વરૂપે મોરબીમાં મેડિકલ કોલેજ હવે ટુંક સમયમાં શરૂ થઈ જશે. મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થવાથી જિલ્લાના વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ મેડિકલનો અભ્યાસ કરવા નહીં જવું પડે. ઘર આંગણે જ તેઓ મેડિકલના અભ્યાસની સુવિધા મળી રહેશે.




Latest News