મોરબીમાં રામજીભાઇ રબારીની ટીમ દ્વારા રાહત દરે શુધ્ધ પાણી-છાસનું પછાત વિસ્તારમાં વિતરણ
મોરબી નજીક થયેલ થેલાની ચીલ ઝડપના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપી ગુરૂવાર સુધી રિમાન્ડ ઉપર
SHARE
મોરબી નજીક થયેલ થેલાની ચીલ ઝડપના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપી ગુરૂવાર સુધી રિમાન્ડ ઉપર
મોરબી-માળીયા હાઇવે ઉપર આવેલા સોખડા નજીક ચીલ ઝડપનો બનાવ બનેલ હતો જેમાં મની ટ્રાન્સફરનું કામ કરતી પેઢીનો કર્મચારી પાસેથી રોકડા સહિત ૭.૨૭ લાખનો મુદામાલ ભરેલ થેલો લઈને અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીઓની રોકડા દોઢ લાખ સહિત કુલ મળીને ૨.૨૯ લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવટા કોર્ટે આરોપીઓના તા ૪ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબી-માળીયા હાઇવે ઉપર રાપી પે નામે મની ટ્રાન્સફર પેઢીના કર્મચારી શૈલેષભાઈ વડસોલા રોકડા રૂપિયા ભરેલ થેલો લઈને થોડા દિવસો પહેલા મોરબી બાજુ આવી રહ્યો હતો ત્યારે બે બાઇક ઉપર આવેલા ચાર અજાણ્યા શખ્સો દ્વારા તેના બાઇકને ધક્કો મરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાન નીચે પડી ગયો હતો ત્યારે તેની પાસે રહેલ રોકડા ૭.૨૪ લાખ રૂપિયા ભરેલ થેલો લઈને બે બાઈકમાં આવેલા ચાર શખ્સો નાશી ગયા હતા જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચીલ ઝડપીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સ્થાનિક પોલીસ તથા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને પકડવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન ત્રણ આરોપીઓની એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમે જે આરોપીઓને પકડેલ હતા તેમાં વિશાલ ભરતભાઇ વડસોલા જાતે પટેલ (૨૭) રહે. જુની ટીબંડી પટેલ શેરી, બેચરભાઇ ગણેશભાઇ વડસોલા જાતે પટેલ (૨૦) રહે, ટીબંડી પટેલ સોસાયટી પ્લોટ નં -૨૫ અને પ્રકાશ રાવજી તાહેડ જાતે આદિવાસી (૨૫) રહે. હાલ લોરેન્જો સીરામિકની ઓરડીમાં લાલાપર પાછળ, મુળ રહે. નેગડીયા અંતરવેલીયા તાલુકો જાબુઆ વાળાનો સમાવેશ થાય છે અને એક ગાડીમાં આવેલા અજાણ્યા પાંચ શખ્સોને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે વધુમાં પોલીસે કહ્યુ હતુ કે, આરોપીઓ પૈકી આરોપી વિશાલ અને બેચરભાઇએ મોટર સાયકલની સગવળતા કરી આપી હતી અને પકડવાના બાકી આરોપી દિલીપને ફરીયાદીની તમામ માહિતી વિશાલ અને બેચરભાઇએ આપી હતી
અત્રે ઉલ્લેખની એ છે કે આ ઘટનામાં ૭,૨૭,૫૦૦ નો મુદ્દામાલ ગયો હતો જે પૈકી પોલીસે હાલમાં દોઢ લાખ રૂપિયાની રોકડ કબજે કરી છે તે ઉપરાંત ૭૫ હજાર રૂપિયાની કિંમતના બે બાઇકને, ૪૫૦૦ રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ આમ કુલ મળીને ૨,૨૯,૫૦૦ નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને બાકીના આરોપીઓને પકડવા માટે હાલમાં એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓને આગામી તા ૪ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી કરીને પોલીસે બાકીના આરોપી અને મુદામાલને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે