મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુરમાં બહેને ભૂલથી દિવાળી સળગાવતા ખાટલામાં સૂતેલ છ મહિનાનો ભાઈ દાઝી જતાં મોત નીપજયું


SHARE







હળવદના ઘનશ્યામપુરમાં બહેને ભૂલથી દિવાળી સળગાવતા ખાટલામાં સૂતેલ છ મહિનાનો ભાઈ દાઝી જતાં મોત નીપજયું

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના બે બાળકો ત્યાં ઘર પાસે હતા ત્યારે છ માસનો નાનો બાળક ખાટલા ઉપર સૂતો હતો અને તેની ત્રણ વર્ષની બહેન ત્યાં બાકસની દીવાસળી વડે રમતી હતી દરમ્યાન રમતા રમતા દીવાસળી સળગી જતા અને ખાટલા ઉપર પડતાં છ માસનું બાળક ગંભીર રીતે દાઝી ગયું હતું અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી આ બનાવવાની હાલમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં મેરામણભાઈ સામતભાઈ સગરની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ ચૌહાણનો છ માસનો દીકરો રાજેશ વાડીએ ખાટલા ઉપર સૂતો હતો અને ત્યાં તેની ત્રણ વર્ષની દીકરી અનિશા બાકસ વડે રમતી હતી દરમિયાન ભૂલથી અનિશાએ બાકસની દીવાસળી સળગાવી દેતા તે દીવાસળી ખાટલા ઉપર પડી હતિ અને ત્યારે ખાટલા ઉપર સૂતેલ રાજેશ શરીરે ગંભીર રીતે દાજી ગયો હતો જેથી તેને સારવાર માટે લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા છ માસના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

૧૦૦ લિટર દારૂ

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં એલજીએફ કારખાના પાસે બનાવવામાં આવેલ ઝૂંપડામાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ૧૦૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે મહેશભાઈ ધીરુભાઈ સારોલા જાતે દેવીપુજક (ઉંમર ૨૧૦ રહે. એલજીએફ કારખાના પાસે ઝૂંપડા વાળાની ધરપકડ કરેલ છે અને તેણે આ દારૂનો જથ્થો રજુબેન ખીમાભાઈ માથાસુરીયા રહે. રંગપર ગામની સીમવાળા પાસેથી લીધો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી મહિલા બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરાયેલ છે

દેશીની ભઠ્ઠી

મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે રમેશભાઈ ગાડુંભાઈ ના ખેતરની બાજુમાં આવેલ ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી ૯૦ લિટર આથો તેમજ ૧૮ લિટર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે ૬૯૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી દિલીપભાઈ સોંડાભાઈ પાટડીયા જાતે કોળી (ઉંમર ૪૦) રહે. રણછોડ નગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News