મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડે દવા પી લેતા સારવારમાં


SHARE







મોરબીમાં રહેતા આધેડે દવા પી લેતા સારવારમાં

મોરબીમાં રહેતા વિપ્ર આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

રાજકોટ હોસ્પિટલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગર વિસ્તારમાં રહેતા મયુરભાઈ ધનશંકરભાઈ ઉપાધ્યાય નામના ૫૫ વર્ષીય આધેડે કોઈ કારણોસર તેઓના ઘેર ગઈકાલે ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેઓને સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડાયા છે મૂળ ધાંગધ્રા રહેવાસી અને છેલ્લા ઘણા વારસોથી મોરબીમાં રહેતા મયુરભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામકાજ કરે છે અને હાલ તેઓએ કયા કારણોસર ઉપરોક્ત પગલું ભર્યું એ દિશામાં પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બાળકી સારવારમાં

મોરબીના રણછોડગઢ માથક ગામની રહેવાથી અંજુબેન અરવિંદભાઈ ગઢૈયા નામની બાર વર્ષની બાળકીને માથક ગામે ઘરની પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અંજુબેનને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.

ફૂડ પોઈસઝનીંગ થતા સારવારમાં

મોરબીના નવલખી-કંડલા બાયપાસ રોડ ઉપર ૨૫ વારીયાના ક્વાર્ટરમાં રહેતા દેવુબેન નથુભાઈ સોલંકી (૬૦) અને નરસી નથુભાઈ સોલંકી (૩૦) નામના માતા પુત્રને ફુડ પોઇઝનની અસર થવાથી બંનેને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.જોકે સારવાર બાદ એ ડિવિઝન પોલીસને મથકના પી.એચ.બોરાણા દ્વારા નિવેદનો લેવાતા ખુલ્યુ હતુ કે બંનેને ચક્કર આવી જતા પડી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

બાઈક સલીપ થતા  ઇજા

મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર આવેલ આર્કિસ્ટોન સીરામીક નજીક રહેતો મીન્ટુભાઈ શંભુભાઈ પંડિત નામનો ૨૬ વર્ષીય પરપ્રાંતિય મજૂર ગત તા.૨૫ ના દસેક વાગ્યે પોતાનું બાઇક લઈને જતો હતો.ત્યારે જેતપર રોડ ઉપર આવેલ સીયારામ સિરામીક નજીક તેનું બાઇક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News