મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ વિડજાનો સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો


SHARE







મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ વિડજાનો સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ ત્રિભોવનભાઈ વિડજાએ તા.૩૧-૭-૨૨ ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં તેમનો વિદાય સન્માન સમારંભ શાળા પરિવાર તરફથી યોજવામાં આવ્યો હતો.જેમાં સીઆરસી કો.ઓર્ડિનેટર રમેશભાઈ  હુંબલ, તાલુકા શાળાનાં આચાર્ય પુષ્પાબેન સોલંકી, ગૌશાળા પ્રા. શાળાના નિવૃત્ત આચાર્ય પ્રફુલભાઈ જોષી, નિવૃત્ત શિક્ષક મુકુંદભાઈ ગોંડલિયા હાજર રહ્યા હતા.શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાધેલા, વિદ્યાર્થિની વૈભવી નાગલાણી અને વિદ્યાર્થી તીર્થ સવાડિયાએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા.ઉપસ્થિત સર્વે મહેમાનોએ વિદાયમાન શિક્ષકનું હવે પછીનું શેષ જીવન આરોગ્યમય, દીર્ઘાયુ અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપીને ચંદુલાલ વિડજાને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.તો ચંદુલાલ વિડજાએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરીને રૂા.૧૧ હજૈરની કિંમતનું બ્લ્યૂ સ્ટાર કંપનીનું વોટર કૂલર શાળાને ભેટ આપ્યું હતું. ક્રાર્યકમનું સંચાલન સંજય બાપોદરિયાએ કર્યું હતું.ચંદુભાઈ વીરજા અગાઉ નીલકંઠ વિદ્યાલયના સંચાલક તરીકે પણ કાર્યરત હતા.






Latest News