મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે ૨૦૦ થી વધુ મૃત ગૌવંશોના મૃતદેહનો ૨૪ કલાકમાં યોગ્ય નિકાલ ન થાય તો કલેક્ટર કચેરીએ કોંગ્રેસના ધરણાં


SHARE







મોરબીના જોધપર પાસે ૨૦૦ થી વધુ મૃત ગૌવંશોના મૃતદેહનો ૨૪ કલાકમાં યોગ્ય નિકાલ ન થાય તો કલેક્ટર કચેરીએ કોંગ્રેસના ધરણાં

મોરબીના જોધપર પાસે મૃત ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેકવામાં આવ્યા છે જેના સમાચાર ઝી ૨૪ કલાકમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેથી કરીને આજે તાલુક અને જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો સ્થળ ઉપર ગયા હતા અને ત્યાં અંદાજે ૨૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા હતા જેથી કરીને આ ગૌવંશોના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવા માટે કલેક્ટરને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ગૌવંશોના મૃતદેહનો નિકાલ યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો કલેક્ટર કચેરી સામે ધારણા કરવાની ચીમકી ઉચ્ચારી છે

ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો બન્યા છે ત્યારે મોરબી જિલ્લો પાનાં તેમાંથી બાકાત નહીં અને અનેક ગૌવંશોના છેલ્લા દિવસોમાં મોરબી જીલ્લામાં પણ મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે અને મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૨૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ છે તેવું જાણવા મળ્યું છે અને આ અંગેના સમાચાર ઝી ૨૪ કલાકમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેથી કરીને આજે મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, અશ્વિનભાઈ વિડજા, હનીફભાઇ પાયક, ચેતનભાઈ એરવાડીયા સહિતના આગેવાનો જોધપર ગામની સીમમાં પહોચ્યા હતા 

ત્યાં ૨૦૦ જેટલા ગૌવંશોને રજડતી હાલતમાં મૃત અવસ્થામાં ફેંકી દેવામાં આવ્યા હતા તે જોઇને સ્થળ ઉપરથી જ કોંગ્રેસનાં આગેવાનોએ કલેક્ટર સહિતના અધિકારીઓને ફોન કરીને રજડતી હાલતમાં જે મૃતદેહને ફેંકવા આવેલ છે તેનો યોગ્ય રીતે ૨૪ કલાકમાં નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો ગૌવંશોના મૃત્યુનો મલાજો નહીં જળવાઈ અને તેના મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સામે ધારણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને અહી મૃત ઢોરને લઈને આવતા વ્યક્તિ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, મોરબી પાંજરાપોળ, સતનામ ગૌશાળા, યદુનંદન ગૌશાળા સહિતના જગ્યાઓએ મૃત્યુ પામતા ગૌવંશોના મૃતદેહને ત્યાં લઈને આવે છે અને ત્યાં ખાડા ખોદી આપવા માટે અવાર નવાર અધિકારીને કહ્યું છે તો પણ કોઈ કામ કરતું નથી અને તાલુકાના પશુ અધિકારી સાથે વાત કરતાં તેને કહ્યું હતું આ રીતે મૃત પશુને ફેંકવા તે યોગ્ય નથી જેથી તેનો સાયંટિફિકલી નિકાલ થાય તેના માટેની તે વ્યવસ્થા કરાવશે






Latest News