મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

શંકરસિંહ વાઘેલા મને ગૃહમંત્રી બનાવતા હતા તો પણ મારી વિચારધારાને છોડી ન હતી: કાંતિભાઈ અમૃતિયાનો હિતશત્રુઓને મોટો સંકેત


SHARE







શંકરસિંહ વાઘેલા મને ગૃહમંત્રી બનાવતા હતા તો પણ મારી વિચારધારાને છોડી ન હતી: કાંતિભાઈ અમૃતિયાનો હિતશત્રુઓને મોટો સંકેત

આગામી વિધાનસભાની ચૂંટણીએ લઈને હજુ ટિકિટ કોને મળશે અને ભાજપના કોણ ઉમેદવાર હશે તે નિશ્ચિત નથી ત્યાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કરવામાં આવેલ જાહેરાતથી સ્થાનિક રાજકારણથી લઈને પ્રદેશ ભાજપ સુધી તમામને મોટો જટાકો લાગ્યો છે અને માજી ધારાસભ્યએ કહ્યું હતું કે, મોરબીમાં ચાલતી લૂખ્ખગીરી અને ખોટા કામ બંધ કરવા માટે હું ફરી પાછો મેદાનમાં આવ્યો છું અને આજથી જ તેના શ્રી ગણેશ કરી દીધા છે આપણે ઉપર અને નીચે બંને જગ્યાએ સારું જ છે વચ્ચે બે થી પાંચ ડભોરિયા છે તેનાથી હું ડરતો નથી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે ૨૧ કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યાએ મોરબી માળીયાના વર્તમાન ધારાસભ્ય અને રાજયના મંત્રી બૃજેશભાઈ મેરજા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કહ્યું હતું કે, બ્રિજેશભાઈ મેરજા પક્ષ પલટો કર્યા બાદ સૌપ્રથમ પરશુરામ ધામે તેમનું સન્માન કર્યું હતું અને પ્રચારમાં પણ ભૂદેવો ગયા હતા તો પણ બ્રહ્મ સમાજના કામ તેને કર્યા નથી તેવું કહીને કાંતિભાઈ જ આગળ આવશે તેવું કહીને કાર્યક્રમમાં હાજર રહેલા તમામ ભૂદેવોને યજ્ઞનું ફળ અને આશીર્વાદ કાંતિભાઈને આપવા માટે લાગણી વ્યક્ત કરી હતી

ત્યાર બાદ મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોનું સંબોધન કર્યું હતું ત્યારે તેને કહ્યું હતું કે રાજકારણમાં ખોટું કરે ત્યારે રૂપિયા મળે છે જો કે, મને કુદરતે મારા પરિવારને જોઈએ તેના કરતાં અનેક ગણું વધારે આપ્યું છે અને ૩૫ વર્ષના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા મને ગૃહરાજ્ય મંત્રી બનાવતા હતા તો પણ મારી વિચારધારાને મે છોડી ન હતી અને આજની તારીખે પણ લોકોના કામ કરું છે અને કરતો જ રહીશ.

વધુમાં તેને કહ્યું હતું કે, મારે રાજકારણમાં આવવુ ન હતું જો કે, લોકોની લાગણીના કારણે હું ફરી પાછો પટ્ટમાં આવીશ અને પહેલા કરતાં વધુ વટ સાથે આવીશ તેવું કહીને તેના હિતશત્રુઓને મોટો સંકેત આપી દીધો હતો તેમજ કાંતિભાઈએ કહ્યું હતું કે, બ્રહ્મ સમાજ દ્વારા ખૂલીને જે ટેકો આપવામાં આવેલ છે તેને તેઓ કયારે પણ ભૂલશે નહીં અને મોરબીમાં આજની તારીખે ચાલતી લૂખ્ખગીરી અને ખોટા કામ બંધ કરવા માટે હું ફરી પાછો મેદાનમાં આવ્યો છું અને આજથી જ તેના શ્રી ગણેશ કરી દીધા છે તેવો પણ નગારે ઘા નાખ્યો હતો

અંતમાં વિધાનસભા ચૂંટણીની ટિકિટને લઈને ભાજપમાંથી ટિકિટ લેવા માટે જેઓના મનમાં લાડુ ફૂટી રહ્યા છે તેને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપી દીધો હતો કે, આજની તારીખે પણ આપણે ઉપર અને નીચે બંને જગ્યાએ સારું જ છે વચ્ચે બે થી પાંચ ડભોરિયા છે તેના નામ મારે લેવા નથી તે  સમજી જ જશે અને તેનાથી હું ડરતો નથી અત્યાર સુધી કોઈ અધિકારી ખોટ કરે તો કરવા દીધું નથી અને હમેશા લોકોના કામ કર્યા છે






Latest News