વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદ જીઆઇડીસીના કારખાનામાં ઇલેક્ટ્રીક સોર્ટ લગતા યુવાનનું મોત


SHARE









 

હળવદ જીઆઇડીસીના કારખાનામાં ઇલેક્ટ્રીક સોર્ટ લગતા યુવાનનું મોત

હળવદ જીઆઇડીસીમાં આવેલ શિવમ સોલ્ટ નામના કારખાનામાં વેલ્ડીંગનું કામ કરતા સમયે અચાનક યુવાનને ઇલેક્ટ્રીક સોર્ટ લાગ્યો હતો જેથી યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદ જીઆઇડીસીમાં થોડા સમય પહેલા દિવાલ તૂટી પડવાના કારણે એકી સાથે ૧૨ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા હતા તે બનાવ હજુ તાજો છે ત્યાં હળવદ જીઆઇડીસીમાં આવેલ શિવમ સોલ્ટ નામના કારખાનામાં કામગીરી કરતા સુરેશભાઈ ભીખાભાઈ મકવાણા (૨૦) રહે. ઉમિયા ગામ તાલુકો રાપર વાળાને વેલ્ડીંગ કામ કરતા સમયે ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દારૂની ભઠ્ઠી

નાગડાવાસ ગામમાં રહેતા હંસાબેન શામજીભાઈ સંતોલા જાતે કોળી (૪૩) ના રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૭૦ લીટર આથો તેમજ ૨૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૪૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી મહિલા બુટલેગરને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

દારૂની ભઠ્ઠી

માળીયા મીયાણામાં તળાવની પાર પાસે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો તેમજ તૈયાર ૧૦ લીટર દેશી દારૂથી મળી આવ્યો હતો જેથી પોલીસે ૭૪૦ ના મુદ્દામાલ સાથે હિતેશભાઈ દેવજીભાઈ ચાવડા (ઉંમર ૨૫) રહે. માળિયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે




Latest News