મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જીવના જોખમે ચોરી કરીને મેળવતો પ્રોપેન ગેસ કયાં વેંચતો ?: જાણો અહી


SHARE







મોરબીમાં જીવના જોખમે ચોરી કરીને મેળવતો પ્રોપેન ગેસ કયાં વેંચતો ?: જાણો અહી

મોરબના જુના સાદુળકા ગામની સીમમાં પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે કટિંગ કરીને ગેસની ચોરી કરવામાં આવી રહી હતી અને તેમાંથી ગેસના બાટલા ભરવામાં આવતા હતા જે ગુનામાં ચાર આરોપીને પકડ્યા હતા અને આ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં હાલમાં મોરબી જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ શખ્સો જીવને જોખમમાં મૂકીને પ્રોપેન ગેસના ટેન્કરમાંથી જે ગેસના બાટલા ભરતા હતા તે રાજકોટના કોમર્શિયલ વિસ્તારમાં વેચતા હોવાનું સામે આવ્યું છે

મોરબી તાલુકા પોલીસના જુના સાદુળના ગામની સીમમાં એ.બી.સી મિનરલ્સ પાછળ ખુલ્લી જગ્યામાં રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા જતાં ગેસના ટેન્કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરીને ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે લોકોના જીવ જોખમમાં મુકાઇ તે રીતે કટિંગ કરવામાં આવતું હોવાનું એસએમે આવ્યું હતુ જેથી કરીને પોલીસે ટેન્કર નંબર જીજે ૧૨ એડબલ્યુ ૧૦૬૦ જેની કિંમત ૧૫ લાખપ્રોપેન ગેસ ૧૬.૫૬૦ મેટ્રિક ટન તેની કિંમત ૧૧૦૫૭૯૪બોલેરો ગાડી જીજે ૩ બી ડબલ્યુ ૧૩૨૮ખાલી ગેસના ૩૨ સિલીન્ડર આમ કુલ મળીને ૨૯,૮૫,૨૯૪ નો મુદામાલ કબજે કરેલ હતી અને ટેન્કર ચાલક ગુડ હુબલાલ નિશાદ, દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા, વિપુલ મિયાત્રા અને રમણીક ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા જે પૂરા થતાં તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ કૌભાંડમાં બીજા કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે જો કે, આ આરોપીઓ ગેસ ચોરી કરીને જે બાટલા પ્રોપેન ગેસથી ભરતા હતા તે આ શખ્સો રાજકોટના કોમર્શિયલ વિસ્તારમાં આપતા હતા






Latest News