મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર બાગ સામેથી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવાની માંગ


SHARE







મોરબીમાં સરદાર બાગ સામેથી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવાની માંગ

મોરબી શહેરના શનાળા રોડ ઉપર સરદારબાગ સામે શાકમાર્કેટ હાલમાં ભરાઈ છે તેને અન્ય ખસેડવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ટ્રાફીક, ગંદકી અને પાર્કીંગના પ્રશ્નો ઉકેવાની માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી જ્યારે સર્વત્ર વ્યાપેલ હતી ત્યારે સરકાર દ્વારા શાળા-કોલેજો બંધ રાખવા ફરમાન કરવામા આવ્યુ હતુ. તે સમયે મોરબી પાલીકા દ્વારા શહેરના સરદાર બાગ સામે શાકમાર્કેટ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારથી જ ત્યાં માર્કેટ ભરાઈ છે અને તે મેદાનમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓના વાહનોને પાર્ક કરવામાં આવતા હોય છે જો કે, ત્યાં માર્કેટ હોવથી પાર્કિંગ, ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થાય છે તેમજ હોસ્પીટલો પણ આવેલ છે જેથી લોકોને હેરાન થવું પડે છે માટે વિદ્યાર્થીઓ સહિતાનાઓના હીતને ધ્યાને લઈને શાકમાર્કેટ અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ કરેલ છે આ તકે કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, પ્રોફેસર નિર્મિતભાઇ કક્કડ સહિતના સાથે રહ્યા હતા






Latest News