વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રક્ષાબંધન નિમિત્તે રાખડી મેકીંગ સ્પર્ધાનું આયોજન


SHARE









મોરબીમાં રક્ષાબંધન નિમિત્તે રાખડી મેકીંગ સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા રક્ષાબંધન નિમિત્તે રાખડી મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

તા.૧૨ ઓગસ્ટ આંતર રાષ્ટ્રીય યુવા દિવસનાં અનુસંધાને તેમજ રક્ષાબંધન પર્વ નિમિત્તે ઘરે બેઠાં રક્ષાબંધન (રક્ષાસૂત્ર, રક્ષા કવચ) રાખડી બનાવતાં હોય તે અંગેનો વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયેલ છે.૧૨ મી ઑગસ્ટ ૧૯૧૯ ના રોજ અમદાવાદમાં જન્મેલા મહાન વૈજ્ઞાનિક ડૉ.વિક્રમભાઈ એ. સારાભાઈનાં જન્મ દિવસને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.તેઓને ભારતીય 'અવકાશ વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવાનોને રક્ષા બંધન રાખડીનાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધા દ્વારાં સ્વનિર્ભર બનવાની તાલીમ સાથે આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી કલા જ અમારી ઓળખને સાર્થક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ ઘર બેઠાં કલાત્મક રાખડી બનાવતાં હોય તેવો વિડીયો બનાવીને છેલ્લી તા.૧૨-૮ ના રાતના નવ વાગ્યા પહેલા એલ.એમ.ભટ્ટ (મો.98249 12230) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇ એક નંબર ઉપર મોકલી આપવાના રહેશે.સ્પર્ધા વિવિધ કેટેગરીમાં યોજાવાની હોય સ્પર્ધાની કેટેગરીઓ જાણવા તેમજ અન્ય માહિતી માટે ઉપર જણાવેલા નંબર ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવે છે.




Latest News