વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર અને વાંકાનેરમાં જુગારની બે રેડ: ૧૨ જુગારી ૨૪,૭૫૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE









હળવદના ડુંગરપુર અને વાંકાનેરમાં જુગારની બે રેડ: ૧૨ જુગારી ૨૪,૭૫૦ ની રોકડ સાથે ઝડપાયા

હળવદના ડુંગરપુર અને વાંકાનેર શહેરમાં જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૨ જુગારી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૪૭૫૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

હળવદના ડુંગરપુર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વિક્રમભાઇ ગણેશભાઇ મહરણીયા, પહેલાદભાઇ કરશનભાઇ સુરાણી, રોહિતભાઈ પ્રભુભાઇ ફિસરીયા, જયસુખભાઈ હેમુભાઇ સિરીયા, સંતરામભાઈ અવચરભાઇ વિઠ્ઠલાપરા, વિજયભાઇ દેવરાજભાઇ ફીસડીયા અને અજીતભાઈ લખમણભાઇ જખવાડીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨૬૦૦ ની રોકડ સાથે જુગારીઓને પકડી લઈને આગળની કાર્યવાહી કરી છે

વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરના નવાપરા વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે દેવીદાસભાઇ દયારામભાઇ દુધરેજીયા, ખેગારભાઇ છનાભાઇ પાડલીયા, મેરૂભાઇ દેવશીભાઇ પાડલીયા, હુશેનભાઇ હારૂનભાઇ માકવાણી અને પ્રકાશભાઇ મણીભાઇ બારભાયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧૨૧૫૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News