વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નગર દરવાજા ચોકમાં પાર્ક કરેલ બાઈકની પંદર મીનીટમાં જ ચોરી..!


SHARE









મોરબીના નગર દરવાજા ચોકમાં પાર્ક કરેલ બાઈકની પંદર મીનીટમાં જ ચોરી..!

મોરબી શહેરના નગર દરવાજા ચોકમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કર્યું હતું અને તે બાઈકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે હાલમાં ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર ફકરી પાર્કમાં રહેતા યુસુફભાઈ ઈસ્માઈલભાઈ લોખંડવાલા જાતે દાઉદી વોરા (ઉંમર ૨૯) એ મોરબી શહેરના નગર દરવાજા ચોકમાં સંગીતા સ્ટોર પાસે પોતાનું બાઈક નંબર જીજે ૩ એફએચ ૫૧૩૩ પાર્ક કરીને ગયા હતા.ત્યારે તેનું રૂા.૨૦ હજારની કિંમતનું બાઇક તા.૧-૮ ના રોજ સાંજે ૬:૧૫ થી ૬:૩૦ ની વચ્ચેના અરસામાં કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે.જેથી કરીને હાલમાં યુસુફભાઈ લોખંડવાલાએ આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં આધેડ ઈજાગ્રસ્ત

હળવદમાં રહેતા કાળુભાઈ લવજીભાઈ કણજારીયા નામના ૫૪ વર્ષીય આધેડ બાઈક લઈને વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઈકની આડે ઢોર આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી નીચે પડી જવાથી ડાબા હાથના ભાગે ઇજાગ્રત થયેલા કાળુભાઈ કણજારીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આ અંગે હળવદ પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.જ્યારે હળવદ તાલુકાના જ માલણીયાદ ગામે રહેતા અરવિંદભાઈ ગુંદારીયાનો બે વર્ષનો પુત્ર ઉમંગ તેઓની સાથે બાઈકમાં જતો હતો.ત્યારે રસ્તામાં તેઓનું બાઈક પણ સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા બે વર્ષના ઉમંગ નામના બાળકને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઇ ફુલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.




Latest News