વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ગરમ માટીમાં પડવાથી દાઝી ગયેલા બાળકનું મોત


SHARE









મોરબી નજીક કારખાનામાં ગરમ માટીમાં પડવાથી દાઝી ગયેલા બાળકનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં ગાયત્રી ગળદા પ્લાન્ટ ખાતે કામગીરી કરતા યુવાનની સગર્ભા પત્ની અને તેનો બે વર્ષનો બાળક ગરમ માટીના લીધે દાઝી ગયા હતા જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગર અને ત્યાંથી દાહોદ લઈ ગયેલ હતા જો કે, સારવાર કારગત ન નિવડતા બાળકનું મોત નીપજયું છે અને માતા હજુ પણ સારવારમાં છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં ગાયત્રી ગળદા પ્લાન્ટ આવેલ છે ત્યાં રહેતા મૂળ એમપીના રહેવાસી અરવિંદભાઈ ગણાવાના પત્ની ભુરીબેન અરવિંદભાઈ ગણાવા (૨૨) અને બે વર્ષનો દીકરો વિશાલ અરવિંદભાઈ ગણાવા ગત તા ૩૧/૭ ના રોજ પ્લાન્ટમાં સવારે આગિયાર વાગ્યે કામ કરતાં સમયે પ્લાન્ટમાં દાઝી ગયા હતા. જેથી તે બંનેને પ્રથમ સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી બંને માતા પુત્રને સારવાર માટે હાલમાં દાહોદની કે.કે. સર્જીકલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ હતા જો કે, સારવાર કારગત ન નિવડતા વિશાલ અરવિંદભાઈ ગણાવા (૨) નું મોત થયું છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે ગરમ માટીનો પ્લાન્ટમાં ઢગલો કર્યો હતો તેમાં વિશાલ પડી જતાં તેને બચાવવા માટે તેની માટ ગઈ હતી જેથી સગર્ભા માતા અને તેનો પુત્ર બંને દાઝી ગયા હતા અને હાલમાં બાળકનું મોત નીપજયું છે 




Latest News