વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલના અધ્યક્ષ સ્થાને લંપી વાયરસની સમીક્ષા બેઠક યોજાઇ


SHARE









મોરબીમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલના અધ્યક્ષ સ્થાને લંપી વાયરસની સમીક્ષા બેઠક યોજાઇ

મોરબીમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઇ પેટલના અધ્યક્ષ સ્થાને તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસ- ચર્મ રોગને રોકવા તેમજ પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કૃષિ, પશુપાલન તેમજ ગૌસંવર્ધન કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગની કામગીરી એકંદરે સારી છે. સરકાર દ્વારા આ રોગને નાથવા તેમજ નાબૂદ કરવા નક્કર આયોજન થકી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ગાયમાતા અને ગૌવંશમાં ફલાયેલા રોગમાંથી ગાયમાતાને બચાવવા માટે તેમજ આ રોગ નાબૂદ કરવા સંયુક્ત પ્રયાસ કરવા અપીલ પણ કરી હતી. વધુમાં મંત્રીએ ગાય માતાના મૃતદેહનો તાત્કલિક યોગ્ય નિકાલ કરવા, રખડતા ઢોરમાં અસરગ્રસ્ત પશુઓને આઇસોલેશન કરવાની કામગીરી સારી રીતે કરવામાં આવે તથા રસીકરણ સત્વરે પુરુ કરવા સંલગ્ન વિભાગોને સુચના આપી હતી. આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલ સહિતના અધિકારીઓએ તેમજ પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનો, તેમજ મગનભાઇ વડાવીયા, અરવિંદભાઇ વાંસદડિયા સહિતના હાજર રહ્યા હતા




Latest News