વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગમાં એજન્સીએ હલકી ગુણવત્તાની મશીનરી પધરાવી દીધી !: ચેરમેન લાલઘૂમ


SHARE









મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગમાં એજન્સીએ હલકી ગુણવત્તાની મશીનરી પધરાવી દીધી !: ચેરમેન લાલઘૂમ

મોરબી જિલ્લામાં લોકોની આરોગ્ય લક્ષી સેવામાં વધારો કરવા માટે રૂપિયા ૨૦ લાખની મશીનરી મંગાવવામાં આવી હતી જો કે, જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તેને ટેન્ડરના સ્પેશિફિકેશન મુજબ માલ આપવાના બદલે હલકી ગુણવત્તાનો માલ સપ્લાઈ કર્યો હતો જેની આરોગ્ય સમિતિના ચેરમેનને જાણ થતાં તેને તપાસ કરવી હતી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો અને હાલમાં એજન્સીનું બિલ રોકી દેવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયત સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાથી આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં માટેની કવાયત કરવામાં આવી છે અને કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી શ્કાયતા છે

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી તેમાં તેઓએ જણાવ્યુ હતું કે, વાંકનેર તાલુકાના દલડી, લુણસર, મેસરિયા, તિથવા, કોઠી અને સિંધવદર તેમજ ટંકારાના સાવડી ગામના આરોગ્ય કેન્દ્ર માટે બાયોકેમેસ્ટ્રી એનેલાઈઝર, સેલ કાઉન્ટર, ઇસીજી મશીન તથા ડિલિવરી બેડ ખરીદવા માટેનું ઓનલાઈન ટેન્કર કરવામાં આવ્યું હતું અને મેરિલ કંપનીને તેનું કામ આપવામાં આવ્યું હતું જેથી કરીને આ એજનસી દ્વારા મશીનરી સીધી જ જે તે સેન્ટર ઉપર મોકલાવી દેવામાં આવી હતી જો કે, તે ટેન્ડરના નોટિફિકેશન મુજબની ન હોવાનું તેઓના ધ્યાન ઉપર આવ્યું હતું જેથી તેમણે આરોગ્ય અધિકારીને જાણ કરીને મશીનરીને ચેક કરવી હતી ત્યારે તે ટેન્ડર મુજબની ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે મશીનરીને હાલમાં મૂકી દેવામાં આવી છે અને એજન્સીનું બિલ રોકી દેવામાં આવ્યું છે આટલું જ નહીં જિલ્લા પંચાયત સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાથી આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટેની કાર્યાવહી કરવામા આવી છે તેમજ તેની સામે અધિકારીઓનાં માર્ગદર્શન મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શક્યતા છે




Latest News