મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલય SVS મોરબી તાલુકા કક્ષાનો કલા-ઉત્સવ ઉજવાયો


SHARE









મોરબીની તપોવન વિદ્યાલય SVS મોરબી તાલુકા કક્ષાનો કલા-ઉત્સવ ઉજવાયો

સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો જેવા કે, ચિત્રકલા,કાવ્યરચના,સંગીતગાયન અને સંગીતવાદનના આધારે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે “આઝાદી કાઅમૃત  મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે કલાઉત્સવમાં શાળા કક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે મોરબીના શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલના કન્વીનર નરેશભાઇ સાણજાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર તરફથી આ વર્ષના કલાઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેવીકે “રાષ્ટ્રદવજ નિર્માણની ઐતિહાસિક ઘટનાનું નિરૂપણ” વિશેની ચિત્રસ્પર્ધા, “મારો વ્હાલો તિરંગો” શૌર્ય ગીતોની કાવ્ય રચના સ્પર્ધા, “ઝંડા ઉચા રહે” વિષય પર સંગીત ગાયન સ્પર્ધા અને “હર ઘર તિરંગા” વિષય પર સંગીત વાદન સ્પર્ધાનું આયોજન કરેલ છે. જે અનુસંધાને તપોવન વિદ્યાલય ખાતે એસવીએસ મોરબી તાલુકા કક્ષાની સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાથી કુલ ૭૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. અને દરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે ૫૦૦, ૩૦૦ અને ૨૦૦ રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કલાઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં તપોવન વિદ્યાલયના ચેરમેન અશોકભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા વિકાસ સંકુલના કન્વીનર નરેશભાઇ સાણજા તથા સહકન્વીનર અતુલભાઈ પાડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News