ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે માંગી ૨૫ લાખની ખંડણી


SHARE













લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે માંગી ૨૫ લાખની ખંડણી

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસ દ્વારા ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી છે અને અજાણ્યા શખ્સ દ્વારસ ઉદ્યોગકારના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો પણ મોકલાવવામાં આવ્યા હતા તેમજ રૂપિયા બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી અને જો રૂપિયા ન મોકળાવે તો ઉદ્યોગપતિ અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા ઉદ્યોગકાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મુળ કાંન્તીપુરના રહેવાસી અને હાલમાં નાની વાવડીરોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપર રોડ સ્કાય ટચ સીરામીક નામનું કારખાનું ધરાવતા સિરામિક ઉદ્યોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જાતે પટેલ (૩૭)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખંડણીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના મોબાઈલ ફોન ઉપર ગત તા.૨૯/૦૭/૨૦૨૨ ના કલાક ૦૨/૧૨ થી સાંજના પાંચેક વાગ્યા દરમ્યાન મોબાઇલ નંબર +1(425)606-4366 માંથી લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને વોટસએપ ઓડીયો કોલ્સ આવ્યો હતો અને ત્યાર બાદ વોટસએપમાં ઓડીયો, વિડીયો મેસેજ મોકલાવીને ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી

મોરબીના ઉદ્યોગકાર પાસે ખંડણી માંગનારા શખ્સે તેના વોટસએપમાં SBI બેન્કના એકાઉન્ટ નંબર 20421021127, IFSC-SBI0000190 તથા PAYTM . CHANDAN KUMAR 7766946803 મોકલીને બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી અને જો રૂપિયા ૨૫ લાખ નહી આપે તો ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં ફરીયાદીના મોબાઇલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવ્યો હતો

જેથી કરીને ભોગ બનેલા ઉદ્યોગકારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને મોબાઇલ નંબર ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો સેન્ડ કરનારા તેમજ અજાણ્યા શખ્સે મોકલવેલ બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા ફોન પે. નો ઉપયોગ કરનાર તેમજ તેની સાથે સંડોવાયેલ શખ્સોની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૭ ૫૧૧ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News