વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE









મોરબીના પીપળી પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ એસ્સારના પેટ્રોલ પંપ પાસેથી બાઈક લઈને પસાર થતા યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૧૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને બાઇક સહિતનો ૨૩૯૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે એસ્સાર પેટ્રોલ પંપ નજીકથી પસાર થતા બાઈક નં. જીજે ૩૬ ડી ૦૬૪૭ ને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે બાઈક લઈને જતા શખ્સ પાસેથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૧૨ બોટલો મળી આવી હતી જેથી કરીને ૩૯૦૦ ની કિંમતનો દારૂ અને ૨૦૦૦૦ ની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૨૩૯૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ સાલાણી જાતે કોળી (ઉંમર ૩૨) રહે. પીપળી મારુતિ પાર્ક સોસાયટી મૂળ રહે. ખીજડીયા ભીમસર તાલુકો રાપર જીલ્લો ભુજ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

આધેડનું મોત

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસે હૃદય રોગનો હુમલો આવી જતા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બૌદ્ધ નગરમાં રહેતા દિનેશભાઈ ઉકાભાઇ પરમાર (૪૮)નું મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News