મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે પતિને પત્ની અને સંતાનોએ માર માર્યો


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે પતિને પત્ની અને સંતાનોએ માર માર્યો

મોરબી નજીકના રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર પાસે રહેતા આધેડને તેના પત્ની અને સંતાનો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને ઇજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બનેવી જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા ભોળાભાઈ મલાભાઇ દેત્રોજા (૫૫) તેઓના ઘરે હતા ત્યારે તેમના પત્ની અને સંતાનો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોળાભાઈ દેત્રોજાને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારીના આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ મણીભાઈ ગામેતી સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતુ કે, જમવાનું બનાવવા બાબતે પતિ પત્ની વચ્ચે બોલા ચાલી થઈ હતી ત્યારબાદ પતિને માર માર્યો હોવાનું પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે

બાઈક સ્લીપ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ દરિયાલાલ હોલ પાસે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો જેમાં જતીન બેચરભાઈ જેતપરિયા (૩૭) રહે. નાની વાવડી તેમજ કાનજીભાઈ કાલાભાઈ ઘૂમલીયા (૬૪) રહે. નાની વાવડી વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના માથક ગામે રહેતા ઉષાબેન મુકેશભાઈ ચૌહાણ (ઉંમર ૩૩) બાઈકમાં પાછળના ભાગમાં બેસીને હળવદ તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાં બ્રેક લગાવતા પાછળ બેઠેલા ઉષાબેન ચૌહાણ બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેને ઇજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા

અકસ્માતમાં ઇજા

ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે રહેતા પુરુષોત્તમભાઈ વેલજીભાઈ અમૃતિયા (૬૮) અને વનિતાબેન પરસોતમભાઈ અમૃતિયા (૬૫) ને બાઇક સ્લીપ થવાથી ઇજા થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો વાંકાનેર તાલુકાના ભાયાતિ જાંબુડીયા ગામે રહેતા હર્ષરાજસિંહ અશોકસિંહ જાડેજા (ઉંમર ૧૭) પોતાના ઘર પાસે હતા ત્યારે બાઈક સ્લીપ થવાથી તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે

મારામારીમાં ઇજા

મોરબીની મોચી શેરીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચૌહાણ નંદલાલભાઈ ગગજીભાઈ (ઉંમર ૭૩) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો હળવદ તાલુકાના ઇસનપુર ગામે રહેતા કૈલાસબેન આશિષભાઈ મકવાણા (૩૩) બાઈકમાં પાછળ બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાથી કૈલાસબેન મકવાણાને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા




Latest News