મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ-નાનીવાવડી ગામે જુગારની બે રેડ: આઠ જુગારી પકડાયા, એક ફરાર


SHARE









મોરબીના ભડીયાદ-નાનીવાવડી ગામે જુગારની બે રેડ: આઠ જુગારી પકડાયા, એક ફરાર

મોરબી તાલુકા પોલીસ અને સીટી એ ડિવિઝન પોલીસે જુદીજુદી જુગારની બે રેડ કરી હતી ત્યારે ભડિયાદ ગામે રામદેવપીરના ઢોરા પાસે જુગારની રેડ કરતાં જુગારીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી અને જો કે, પોલીસે પાંચ જુગારીને પકડ્યા હતા અને એક નાસી ગયો હતો તો નાનીવાવડી પાસે સુમતિનાથ સોસાયટીના નાકે જુગારની રેડ કરતાં જુગાર રમતા ત્રણની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસના સ્ટાફે ભડિયાદ ગામે રામદેવપીરના ઢોરા પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમી રહેલા જયુભા પંચાણજી ઝાલા (૩૨) રહે. ભડીયાદ, દશરથ રમેશભાઈ મકવાણા (૨૭) રહે. ઉમિયાનગર, રામજી સવાસીભાઈ સનુરા (૨૨) રહે. ત્રાજપર, અરુજલાભાઈ ઉર્ફે જલો અકબરભાઈ સમા (૨૬) રહે. સોઓરડી અને રવિ હેમંત કુંવરિયા (૨૫) રહે. ગાયત્રીનગર કુબેરનગર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૫૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને પોલિસેને જોઈને ઉમિયા નગર વિસ્તારમાં રહેતો સાગર કિશોર રાઠોડ નામનો યુવાન ભાગી છૂટ્યો હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા નાનીવાવડી ગામે સુમતિનાથ સોસાયટીના નાકા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (૨૪) રહે. સનાળા, કિશન ઉકાભાઇ ટોયટા (૨૪) રહે. ભારતપરા પંચાસર રોડ અને કુલદીપસિંહ સહદેવસિંહ ઝાલા (૨૦) રહે. બજરંગ સોસાયટી નાનીવાવડી વાળા જુગાર રમતા મળી આવતા ત્રણેયની રોકડા રૂપિયા ૧૦૩૫૦ સાથે ધરપકડ કરી જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અકસ્માતમાં ઇજા

રાજકોટના ધર્મરાજ પાર્કમાં રહેતા ગીરીશભાઈ જેઠાભાઈ હાંસલીયા (ઉંમર ૫૭) બાઈક લઈને ગાયત્રી પાર્ક મેઇન રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હિતેશભાઈ શંકરભાઈ પેથાપરા (૨૮) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે

બાઈક સ્લીપ

મોરબીના સનાળા ગામથી ઘુનડા ગામ તરફ વાડી વિસ્તારમાં બાઇક લઈને જતા બરવાળા ગામના રહેવાસી પરમાર ઋષિકેશ નરેશભાઈ (ઉંમર ૧૬) નું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

માળીયા તાલુકાના ખાખરેચી ગામે તુલસીશ્યામ મંદિર વાળી શેરીમાં રહેતા માણેકબેન કરસનભાઈ મેથાણીયા (ઉંમર ૬૬) પોતાના દીકરાના બાઈકમાં બેસીને જતા હતા ત્યારે બાઈકમાં પાછળથી તે નીચે પડી ગયા હતા જેથી કરીને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસે જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પી ગયો

મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેતા હરપાલસિંહ કનકસિંહ પરમાર (૪૧) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી






Latest News