મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

ના હોય, મોરબીમાં આન, બાન અને શાનથી સ્મશાનમાં પણ લહેરાયો તિરંગો !


SHARE









ના હોય, મોરબીમાં આન, બાન અને શાનથી સ્મશાનમાં પણ લહેરાયો તિરંગો !

આઝાદીના રાષ્ટ્રીય પર્વ નિમિતે દેશમાં દરેક સ્થળો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ લહેરાયો હતો તિરંગો....આ વતા સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, આજે દેશભરમાં જુદીજુદી જગ્યાઓ પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે તેવા સમયે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનમાં મોક્ષધામને લઈને જે ડર હોય તે દુર થાય તેવી ભાવના સાથે અને શાંતિના પ્રતિક સમાન સ્મશાન ખાતે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

આજે ૭૫ માં સ્વાતંત્રય પર્વ નિમિતે દેશભરમાં આન, બાન અને શાનથી ખુલ્લા આકશમાં તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભરતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ સોનાપુરી સ્મશાન ખાતે જઈને ત્યાં ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ તકે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને સ્મશાન કે જે જગ્યાએ સામાન્ય રીતે લોકો મૃત્યુ પામે પછી જ જવાનું હોય છે તેવી માન્યતા બાળકોના મનમાં હતી તેને દુર કરવામાં આવી હતી

શિક્ષણ ક્ષેત્ર શહેરના સામાકાંઠે વિસ્તારમાં આગવું નામ ધરાવતી ભારતી વિદ્યાલય શાળા દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે ત્યારે ભારતી વિદ્યાલયના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ નાનપણથી જ મોક્ષધામ કે જે ખરેખર પવિત્રધામ છે અને ત્યાં શાંતિ હોય છે ત્યાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે તો લોકોનો માત્ર અંતિમ પડાવ મોક્ષધામ હોય છે તેવી ગેરસમજ દૂર થાય તે માટે સ્મશાનમાં ઉજવણી કરવામાં આવે છે સ્માશન નામ પડતાની સાથે જ બાળકોના મનમાં જે ચિત્ર ઉભું થાય છે તેના કરતા વાસ્તવિક ચિત્ર કેટલું વિપરીત હોય છે તેની સમજણ પણ સ્મશાન ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

દરિયાથી લઈને પહાડ સુધી દરેક જગ્યાએ આજે તિરંગો લહેરાવીને દેશના દરેક ખૂણે ખૂણામાં દેશવાસીઓ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતમાં એક માત્ર મોરબી શહેરની અંદર સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે જો કે, સરકારી કે ખાનગી બિલ્ડીગો ઉપર નહિ પરંતુ જે દિવસે પ્રત્યેક ભારતીય નાગરિકના દિલમાં તિરંગો લહેરાઈ જશે તે દિવસે ભારત સ્વર્ગ સમાન બની જશે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી






Latest News