વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

જીતુભાઈ સોમાણી આજથી માત્ર પ્રવાહી ઉપર ! : વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રીના મેદાન માટે ઉગ્ર બનતું આંદોલન


SHARE









જીતુભાઈ સોમાણી આજથી માત્ર પ્રવાહી ઉપર ! : વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રીના મેદાન માટે ઉગ્ર બનતું આંદોલન

વાંકાનેરમાં હાલમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા પ્રતિક ઉપવાસ ગઇકાલથી શરૂ કરવામાં આવેલ છે અને હજુ સુધી ગણેશઉત્સવ તથા નવરાત્રી ઉત્સવના મેદાન માટેનો કોઈ નિર્ણય લેવાં આવેલ નથી જેથી કરીને આજથી આંદોલન ઉગ્ર બન્યું છે અને જીતુભાઈ સોમાણી દ્વારા માત્ર પ્રવાહી લઈને આંદોલન ચાલુ રાખવામા આવશે.

જીતુભાઈ સોમાણીના કહેવા મુજબ વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવામાં આવી તે પહેલા ગત તા. ૩૦-૭ ના જનરલ બોર્ડની બેઠક હતી તેમા જન્માષ્ટમી, ગણેશઉત્સવ અને નવરાત્રી માટે શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે માગ્યું હતું અને ૫૦૦૦ ના ટોકન ભાવે સર્વાનુમતે તે મંજુર કરવામાં આવ્યું હતું પણ હવે આ મેદાનની હરરાજી કરવા માટે પાલિકાના વહીવટદાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેથી કરીને તેઓએ ગઇકાલથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને તેના ભાગરૂપે આ મેદાન માટે જેમના દ્વારા માંગણી કરવામાં આવી છે તે તમામ પાર્ટીઓને બોલાવીને વહીવટદાર દ્વારા મિટિંગ રાખવામા આવી હતી જેમાં તમામને સાથે રહીને આયોજન કરવા માટે કહ્યું હતું  જો કે, આખા ગુજરાતમાં જેટલી પણ જગ્યાએ ગણેશોત્સવ અને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ત્યાં કોઈપણ જગ્યાએ મેદાન હરરાજી કરીને આપવામાં આવતા નથી તો પછી વાંકાનેરમાં હરરાજી માટેનો તખ્તો ગોઠવીને શા માટે જે શક્ય જ નથી તેવી વાતો કરવામાં આવે છે..? તેવા સવાલ સાથે આજથી જીતુભાઈ સોમાણી દ્વારા મેદાનની માંગણી માટેનું આંદોલન ઉગ્ર બનાવવામાં આવ્યું છે અને તેઓ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોની ઉજવણી માટેના આજથી મેદાન માટે માત્ર પ્રવાહી ઉપર જ રહેશે તેવી તેમણે જાહેરાત કરેલ છે.




Latest News