વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વડાપ્રધાન મોદીને આવકારવા કચ્છની જનતા થનગની રહી છે : સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE









ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે તા.૨૮-૮ ના કચ્છની પાવનધરા પર ૧૦ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવા તથા કચ્છની જનતાં સાથે આમૂખ થવા જાહેરસભા સંબોધવાના છે.ત્યારે કચ્છ લોકસભા પરિવાર દ્વારા ‘પ્રધાનમંત્રી રમત-ગમત મહોત્સવ’ તેમજ સ્પર્ધા આયોજીત કરવામાં આવેલ કચ્છનાં જાગૃત સાંસદ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે આધુનિક યુગની આધુનિક રમતો ઉપરાંત વિલુપ્ત થતી રમત-ગમતોનું આયોજન કરી આજની યુવા પેઢીને માહિતી પ્રદાન અને મોદીજીનાં આગમનને વધાવવા પ્રચાર-પ્રસાર સહિત રમતોત્સવનું કચ્છભરમાં આયોજન લોકસભા પરિવાર તરફથી તા.૨૨-૮ થી તા.૨૪-૮ દરમ્યાન યોજવામાં આવેલ જેમાં ૮૦ જેટલી વિવિધ રમતોમાં બાળકો-મહિલાઓ તથા યુવાનોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને ભાગ લેનાર દરેકને પ્રોત્સાહનરૂપે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.૮૦ થી વધુ રમતો અને સ્પર્ધાઓનું કચ્છ લોકસભા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ.




Latest News