મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભરણ પોષણની રકમ નહિ ચુક્વનારા પતિને કોર્ટે ૧૬૫ દિવસની જેલની સજા ફટકારી


SHARE







મોરબીમાં ભરણ પોષણની રકમ નહિ ચુક્વનારા પતિને કોર્ટે ૧૬૫ દિવસની જેલની સજા ફટકારી

મોરબીમાં કોર્ટે ભરણપોષણની રકમ ચૂકવવા માટે આદેશ કર્યો હતો તો પણ પતિ દ્વારા પત્નીને ૧૦ મહિનાથી રકમ આપવામાં આવતી ના હતી જેથી કરીને પત્નીએ કોર્ટમાં અરજી કરી હતી જેથી કરીને કોર્ટે ભરણ પોષણની રકમ નહીં ચુકવનાર પતિને ૧૬૫ દિવસની જેલની સજા ફટકારી છે

આ કેસની હકીકત એવી છે કે, આ અરજદારે પોતાના પતિ વિરુધ્ધ ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરેલ હતી તેમાં કોર્ટે અરજદારની અરજી મંજુર કરી અરજદારને માસિક ૬ હજાર ચુકવવામાં આવે તેવો હુકમ કર્યો હતો જો કે, સામાવાળા તેનું પાલન કરતા ન હોય તેથી અરજદારે તેમના એડવોકેટ મારફત ૧૧ માસની ચડત ભરણ પોષણની રકમ ૬૬,૦૦૦ મેળવવા મોરબીની ફેમેલી કોર્ટમાં ફો.પ.અ.નં ૧૦૧/૨૦૨૦ થી અરજી કરેલ હતી. જેથી કરીને અદાલતે ભરણ પોષણની રકમ ન ભરવા બદલ ૧૬૫ દિવસની જેલની સજા કરવાનો હુકમ કરેલ છે અને સામાવાળાને કોર્ટમાંથી ધરપકડ કરીને તાત્કાલીક જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો આ કેસમાં અરજદાર  તરફે વકીલ મોનિકા આર. ગોલતર રોકાયા હતા.






Latest News