મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ખુલ્લી તલવાર સાથે કારખાનામાં આતંક મચાવનારા બે કોન્ટ્રાક્ટરની ધરપકડ


SHARE









મોરબીમાં ખુલ્લી તલવાર સાથે કારખાનામાં આતંક મચાવનારા બે કોન્ટ્રાક્ટરની ધરપકડ

મોરબીના સિરામિક કારખાનામાં કોન્ટ્રાક્ટરને હિસાબ કરી છૂટો કરી દેવામાં આવ્યો હતો ત્યાર બાદ કોન્ટ્રાક્ટર કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવ્યો હતો અને કારખાનાના માલિકને માર માર્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ઇજાગ્રસ્ત કારખાનેદારના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબીના સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાક્ટર રણબીરસિંગ જાટ અને યોગેન્દ્રસિંગ જાટ રહે. રંગપર વાળાને કારખાનામાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા જેનો રોષે રાખીને કોન્ટ્રાકટરે કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવીને શનિવારે સાંજે આંતક મચાવ્યો હતો અને કારખાનના સંચાલક પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાને માર માર્યો હતો. જેથી પ્રકાશભાઇ નરભેરામભાઇ બારૈયા જાતે પટેલ (૩૨)ની ફરિયાદ લઈને પોલીસે રણદીપસિંગ જાટ તથા યોગેન્દ્રસીંગ જાટ રહે. બન્ને રંગપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં રણદીપસિંગ પરમજીતસિંહ જટ્ટ જાતે સરદારજી (૪૧) અને યોગેન્દ્રસિંગ સંદીપસિંગ જટ્ટ જાતે સરદારજી રહે. હાલ રંગપર વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News