વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના કાલીકા પ્લોટમાં યુવાન ઉપર કરવામાં આવેલ જીવલેણ હુમલામાં વધુ એક આરોપીની ધરપકડ 


SHARE









મોરબીના કાલીકા પ્લોટમાં યુવાન ઉપર કરવામાં આવેલ જીવલેણ હુમલામાં વધુ એક આરોપીની ધરપકડ 

મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતમાં જીવલેણ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન ઉપર સાત ઇસમો દ્વારા તે સમયે છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાનની પત્નીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં સાયન્ટીફીક રોડ જુના મીઠાના ડેલા નજીક જલાલ ચોક પાસે રહેતા રહેમાનભાઇ વલીમામદભાઈ વીરમાણી જાતે સંધિ નામના ૩૨ વર્ષીય યુવાનની ઉપર થોડા સમય પહેલા છરી-ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને પેટમાંથી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા જેથી યુવાનને સારવારમા લઇ જવાયો હતો. બાદમાં ભોગ બનેલ યુવાનની પત્ની રેશ્માબેન રહેમાનભાઈ વીરમાણી જાતે સંધી (૩૦)એ જે તે સમયે ઈરફાન કરીમ પારેડી, ડેનિસ કિશોર કથરેચા જાતે મિસ્ત્રી, રવિ ઉર્ફે બુચીયો દેવજી સાવલિયા, હાર્દિક ઉર્ફે પ્રેમલો દિપક ગોહેલ જાતે ખોડ, રોહિત જીવણદાસ બાવાજી, આરીફ ઈકબાલ ફલાણી અને સાહિલ ઉર્ફે સવો રહેમાન નામના સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ રહેમાનભાઇ વિરમાણીને અગાઉ સામેના જૂથના ઈસમોએ સાથે મનદુઃખ ઝઘડો થયો હતો તે જૂની વાતનો રોષ રાખીને ગેરકાયદેસર મંડળી રચીને ઈરફાન, રવિ, રોહિત અને સાહિલ દ્વારા તેમના પતિને પેટ અને પીઠના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવ્યા હતા આ ગુનામાં પોલીસે અગાઉ ૬ આરોપીઓને ઝડપી લીધા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે રવિ ઉર્ફે બુચીયો દેવજી સાવલિયા કાટે કોળી (૨૩) રહે, વજેપર શેરી નંબર ૨૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપર વિસ્તારની અંદર રહેતા વનિતાબેન પીતાંબરભાઈ પરમાર (ઉંમર ૬૨)ને રિક્ષા ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને વૃદ્ધાને ફ્રેકચર જેવી ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના વજેપર વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ પરમારનો દીકરો ક્રિસ (ઉંમર ૪) પોતાના ઘર પાસે રમતા રમતા રિક્ષામાંથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મીલ પાસે રહેતા હલીમાબેન સુલેમાનભાઈ અમરેલીયા (૭૦) ને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઇ હોવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા કરવામાં આવી છે




Latest News