ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે જુગાર રમતા સાત શખ્સો ૫૦૨૫૦ ની રોકડ સાથે પકડાયા


SHARE













મોરબીના ધરમપુર ગામે જુગાર રમતા સાત શખ્સો ૫૦૨૫૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના ધરમપુર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હોય પોલીસે ૫૦૨૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ધરમપુર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસની ટીમને મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા અરવિંદભાઈ રામજીભાઈ વડગાસિયા (૪૭), જીતેશભાઈ મનસુખભાઈ દેથરીયા (૩૦), નિલેશભાઈ ભુદરભાઈ મારવાણીયા (૩૦), સંજયભાઈ લવજીભાઈ માકાસણા (૩૦),  મિતુલભાઈ બાબુભાઈ માકાસણા (૨૦), ભાવેશભાઈ પરબતભાઈ જાકાસણીયા (૩૦) અને નિલેશભાઈ જયંતીભાઈ દવે (૪૦) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૫૦૨૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ત્રણ જુગારી પકડાયા

મોરબીના રવાપર ગામે આવેલા રવાપર રેસિડેન્સીમાં આવેલ ગંગા એપાર્ટમેન્ટના બ્લોક નં. ૬૦૩ માં રહેતા નીતાબેન દેવજીભાઇ બોડા જાતે રાવળદેવના ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી નીતાબેન દેવજીભાઇ બોડા તેમજ જોશનાબેન સંજયભાઇ રાઠોડ જાતે રાવળદેવ અને સંજયભાઇ દેવજીભાઇ રાઠોડ જાતે રાવળદેવ રહે. બંને રવાપર ધુનડા રોડ સરદાર ટાવર સામે મોરબી વાળાની ૨૩૧૦૦ ની રોકડ સાથે ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

અકસ્માતમાં ઇજા
સામખયારી ગામે રહેતા રાજાભાઈ ડાયાભાઈ ચાવડા (૪૨) પોતાના ઘરેથી ખેતર તરફ જતા હતા ત્યારે પ્રાથમિક શાળા પાસેથી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલા રાજાભાઈ ચાવડાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસ મારફતે સમાખીયારી પોલીસને જાણ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઉમિયા નગર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રામદેવનગરની અંદર રહેતા લાલજીભાઈ હીરાભાઈ સોલંકી (ઉંમર ૨૯) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે

પતિએ મારમાર્યો
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ઉમા વિલેજમાં રહેતા પાર્વતીબેન વિજયભાઈ વ્યાસ (ઉંમર ૩૪) ને તેના પતિ દ્વારા મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પતિ અને પત્ની વચ્ચે દીકરાને સ્કૂલે મુકવા જવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પતિએ પત્નીને માર માર્યો હતો

અકસ્માતમાં ઇજા
રાજકોટમાં રહેતા ઋષભભાઈ મહેન્દ્રભાઈ ગોંડલીયા (૨૯) બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે પુત્ર ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઋષભભાઈ ગોંડલીયાને ઇજાઓ થયેલ હોવાથી મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા છે જેથી અકસ્માતના બનાવની મોરબી પોલીસને જાણ કરવામાં આવી હોય પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News