મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના કાલીકા પ્લોટમાં યુવાન ઉપર કરવામાં આવેલ જીવલેણ હુમલામાં વધુ એક આરોપીની ધરપકડ 


SHARE











મોરબીના કાલીકા પ્લોટમાં યુવાન ઉપર કરવામાં આવેલ જીવલેણ હુમલામાં વધુ એક આરોપીની ધરપકડ 

મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતમાં જીવલેણ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન ઉપર સાત ઇસમો દ્વારા તે સમયે છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાનની પત્નીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં સાયન્ટીફીક રોડ જુના મીઠાના ડેલા નજીક જલાલ ચોક પાસે રહેતા રહેમાનભાઇ વલીમામદભાઈ વીરમાણી જાતે સંધિ નામના ૩૨ વર્ષીય યુવાનની ઉપર થોડા સમય પહેલા છરી-ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને પેટમાંથી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા જેથી યુવાનને સારવારમા લઇ જવાયો હતો. બાદમાં ભોગ બનેલ યુવાનની પત્ની રેશ્માબેન રહેમાનભાઈ વીરમાણી જાતે સંધી (૩૦)એ જે તે સમયે ઈરફાન કરીમ પારેડીડેનિસ કિશોર કથરેચા જાતે મિસ્ત્રીરવિ ઉર્ફે બુચીયો દેવજી સાવલિયાહાર્દિક ઉર્ફે પ્રેમલો દિપક ગોહેલ જાતે ખોડરોહિત જીવણદાસ બાવાજીઆરીફ ઈકબાલ ફલાણી અને સાહિલ ઉર્ફે સવો રહેમાન નામના સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કેતેમના પતિ રહેમાનભાઇ વિરમાણીને અગાઉ સામેના જૂથના ઈસમોએ સાથે મનદુઃખ ઝઘડો થયો હતો તે જૂની વાતનો રોષ રાખીને ગેરકાયદેસર મંડળી રચીને ઈરફાનરવિરોહિત અને સાહિલ દ્વારા તેમના પતિને પેટ અને પીઠના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવ્યા હતા આ ગુનામાં પોલીસે અગાઉ ૬ આરોપીઓને ઝડપી લીધા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે રવિ ઉર્ફે બુચીયો દેવજી સાવલિયા કાટે કોળી (૨૩) રહે, વજેપર શેરી નંબર ૨૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપર વિસ્તારની અંદર રહેતા વનિતાબેન પીતાંબરભાઈ પરમાર (ઉંમર ૬૨)ને રિક્ષા ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને વૃદ્ધાને ફ્રેકચર જેવી ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના વજેપર વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ પરમારનો દીકરો ક્રિસ (ઉંમર ૪) પોતાના ઘર પાસે રમતા રમતા રિક્ષામાંથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મીલ પાસે રહેતા હલીમાબેન સુલેમાનભાઈ અમરેલીયા (૭૦) ને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઇ હોવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા કરવામાં આવી છે






Latest News