વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રઝડતા ઢોર-કુતરાનો આતંક: જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનને ઇજા થતાં સારવારમાં


SHARE









મોરબીમાં રઝડતા ઢોર-કુતરાનો આતંક: જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનને ઇજા થતાં સારવારમાં

મોરબીમાં રઝડતા ઢોર અને કુતરાનો આતંક વધી રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, મોરબીના ઘૂટું રોડ ઉપર બાઇક આડે કૂતરું અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે બાઇક આડે ગાય ઉતરતા જુદાજુદા બે અકસ્માતના બનાવ બન્યા હતા જેથી કરીને ઇજા પામેલા બે યુવાનને સારવારમાં ખસેડવામાં આવેલ છે

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સાઈકોન સીરામીક નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મુસ્તુફા મોઈનુદ્દીન મન્સૂરી જાતે મુસ્લિમ (૩૬) પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક આડે કૂતરું ઉતરતા તેણે બ્રેક મારતા વાહન સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા થવાથી મુસ્તુફા મન્સૂરીને મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બાઈક લઈને મોરબીના વિજયનગર વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાછળના ભાગમાં રહેતા કાંતિભાઈ રવજીભાઈ સોલંકી (૪૦) જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે સુલભ શૌચાલય પાસે અચાનક ગાય ઉતરી હતી જેથી કરીને તેઓનું બાઈક સ્લીપ થઈ જતા કાંતિભાઈ સોલંકીને માથાના ભાગે ઇજા થઈ હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બીયર સાથે બે પકડાયા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે કારખાના સામેથી પસાર થઈ રહેલ બાઈક નંબર જીજે ૩૬ એડી ૫૦૧ ને રોકીને પોલીસે બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી બીયરના છ ટીન મળી આવ્યા હોય પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતનો બીયર તેમજ ૩૦ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૩૦૬૦૦ ના મુદ્દામાલ સાથે અર્જુન રાજુભાઈ ભોજવીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૪) રહે. મહેન્દ્રનગર તેમજ જીતુભાઈ ગિરધરભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૯) રહે સરવડ તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે

જુગારી પકડાયો

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી નજીક જુગારની રેડ કરી હતી ત્યારે બી ડિવિઝન પોલીસે રઘાભાઇ સનુરા જાતે કોળીને રોકડા રૂપિયા ૧૦,૨૦૦ સાથે ઝડપી લીધા હતા જો કે, સિરાજ નામનો શખ્સ નાશી ગયો હતો જેથી પોલીસે હાલમાં સિરાજ મહમદ પીંજારા જાતે મુસ્લિમ (૩૦) રહે. કુલીનગર વાળાની ધરપકડ કરેલ છે




Latest News