મોરબીના ટિંબડીના ગણેશનગરમાં રહેતા પાંચ રાજસ્થાનીઓના મકાનમાં તસ્કરના ધામા
નેચરલ ગેસને હંફાવતો પ્રોપેન ગેસ: મોરબીના વધુ ૮૦ કારખાના વૈકલ્પિક ગેસના ઉપયોગ કરવા માટે તૈયાર
SHARE
નેચરલ ગેસને હંફાવતો પ્રોપેન ગેસ: મોરબીના વધુ ૮૦ કારખાના વૈકલ્પિક ગેસના ઉપયોગ કરવા માટે તૈયાર
મોરબી સીરામીક ઉદ્યોગકારો દ્વારા હાલમાં તેમના યુનિટમાં નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે જો કે, સિરામિક માલની પડતર કિંમત નીચી લાવવા માટે નેચરલ ગેસની જગ્યાએ ધીમેધીમે કરતાં પ્રોપેન ગેસનો ઉપયોગ વધી રહ્યો છે અને હાલમાં સિરામિકનું વેકેશન ચાલુ છે ત્યારે મોરબીના વધુ ૮૦ કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવે છે જેથી કરીને નેચરલ ગેસના ભાવ કરતાં પ્રોપેન ગેસ સરેરાશ ૧૭ રૂપિયા સસ્તો પડતો હોવાથી પ્રોપેન ગેસ મોરબીના ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસને હંફાવી રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી
મોરબીના જે સિરામિક ઉદ્યોગકારો દ્વારા હાલમાં વેકેશન રાખવામા આવ્યું છે જો કે, કારખાનામાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે હે પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે તે નેચરલ ગેસ કરતાં સસ્તો પડી રહ્યો છે જેથી કરીને પ્રોપેન ગેસના ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવશે તો જ અચ્છે દિન આવશે તેવો ગણગણાટ મોરબીમાં થવા લાગ્યો છે અહીના ઉદ્યોગમાં પહેલા નેચરલ ગેસ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો જો કે, નેચરલ ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવતા સિરામિક ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસના વિકલ્પ તરીકે પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે
મોરબીના ઉદ્યોગકારો માલની પડતર કિંમત નીચી લાવવા માટે નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને પહેલા ૧૦૦ જેટલા કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો ત્યાર બાદ વધુ ૫૦ કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ છે આમ કુલ મળીને ૧૫૦ કારખાનામાં જુલાઇ માહિનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો જો કે, હાલમાં સિરામિક કર્ખ્નામાં એક માહિનાનું વેકેશના ચાલી રહ્યું છે ત્યારે વધુ ૮૦ કારખાનામાં આગામી દિવસોમાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે જેથી કરીને આ વેકેશન પૂરું થયા બાદ નેચરલ ગેસ છોડીને વધુ ૮૦ કારખાનેદાર મળીને કુલ ૨૧૫ કરતાં વધુ કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ ચાલુ થવાનો છે તેવું જાણવા મળ્યું છે
મોરબી સીરામીક ઉદ્યોગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે મોરબીમાં ટેક્સ સાથે નેચરલ ગેસ જે ભાવે આપવામાં આવે છે તેના કરતાં પ્રોપેન ગેસ સરેરાશ ૧૭ રૂપિયા સસ્તો પડી રહયો છે જેથી કરીને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને જો સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે તો માલની પડતર કિંમત નીચી આવે છે જેથી કરીને નેશનલ અને ઇન્ટર નેશનલ માર્કેટમાં ટકી રહેવા માટે ઉદ્યોગકારોને પ્રોપેન ગેસ ઑક્સીજન સમાન બની રહયો છે વધુમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા પાસેથી મલ્ટી માહિતી મુજબ હાલમાં વેકેશના ચાલુ છે ત્યારે વધુ ૮૦ જેટલા કારખાનામાં નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવેલ છે જેથી કરીને વેકેશન ખૂલે એટ્લે અંદાજે ૨૧૫ જેટલા કારખાનામાં હવે પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને મલનું ઉત્પાદન કરવામાં આવશે