વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે આડા સબંધની શંકા રાખીને પત્નીની હત્યા


SHARE









હળવદના ચરાડવા ગામે આડા સબંધની શંકા રાખીને પત્નીની હત્યા

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતક મહિલાના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાહોદના પાનમ ગામના રહેવાસી તેના જમાઈની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી હથિયાર વડે શરીરને માર મારીને મહિલાનું મોત નિપજાવેલી હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી જેથી કરીને પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને ત્યારબાદ મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ બનાવમાં દાહોદ જિલ્લાના ઉડાર ભાભોર ફળીયુના રહેવાસી નગરાભાઈ તીતરીયાભાઈ ભાભોર જાતે આદિવાસી (ઉંમર ૬૫) એ દાહોદ જિલ્લાના પાનમ ગામના રહેવાસી તેના જમાઈ છગનભાઈ નવલાભાઇ ડામોર સામે દીકરીની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેની દીકરી ધનકીબેનના પ્રથમ લગ્ન અલીરાજપુર જીલ્લામાં રમેશભાઈ સાથે કર્યા હતા જો કે, ત્રણેક વર્ષ પહેલા તેનું અવસાન બાદ તેની દીકરી બે સંતાનો સાથે ફરિયાદીના ઘરે રહેતી હતી અને દોઢેક વર્ષ પહેલા તેને પાનમ છગનભાઈ નવલાભાઇ ડામોર સાથે લગ્ન કરી લીધા હતા જો કે, ફરિયાદીની દીકરીને પાનમ ગામના છનુભાઈ સાથે આડા સબંધ (પ્રેમ સંબંધ) હોવાની શંકા વહેમ રાખીને છગનભાઈ ડામોરે તેને આખા શરીરે માર માર્યો હતો જેથી તેનું મોત નિપજાવ્યું હતું હાલમાં પોલીસે હત્યાની કલમ હેઠળ છગનભાઈ નવલાભાઇ ડામોર સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

હળવદના ચરાડવા ગામે હનુમાનજી મંદિર પાસે થોડા સમય પહેલા ફરિયાદી હેતલબેન અશ્વિનભાઈ સોનાગ્રા જાતે દલવાડી (૩૪) ની દીકરી ધ્યાની (૪) રમતી હતી ત્યારે કાર નંબર જીજે ૩૬ આર ૯૨૧૮ ના ચાલાકે હડફેટે લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ધ્યાનીને જમણા પગના ઢીચણના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવી હતી અને જે તે સમયે કાર ચાલકે સારવારનો ખર્ચ આપવા માટે થઈને કહ્યું હતું પરંતુ તેણે ખર્ચ આપેલ ન હોવાથી હાલમાં હેતલબેન દ્વારા કાર ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કિરણ ઉર્ફે બાદશાહ હરિભાઈ મકવાણા (૨૩) રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ બજરંગ વાળી શેરી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી તેની પાસેથી ૯૫૦૦ ની રોકડ કબજે કરીને પોલીસે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News