વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં-૩ માં કચરા કલેક્શનની ગાડી બંઘ !: મહેશ રાજ્યગુરુ


SHARE









મોરબીના વોર્ડ નં-૩ માં કચરા કલેક્શનની ગાડી બંઘ !: મહેશ રાજ્યગુરુ

મોરબીની પાલિકાનો એ ગ્રેડની પાલિકામાં સમાવેશ થયે છે તો પણ આજની તારીખે મોરબી શહેર નર્કાગાર સમાન બની ગયેલ છે અને આજની તારીખે મોરબીના વોર્ડ નં-૩ માં કચરા કલેક્શનની ગાડી બંઘ થઈ ગયેલ છે જેથી કરીને પાલિકાના સત્તાધીશોની કામગીરી સામે કોંગ્રેસનાં આગેવાને સવાલો ઉઠાવ્યા છે

છેલ્લા ચાર દિવસથી વોર્ડ નં-૩ માં કચરા કલેક્શનની ગાડી બંઘ થઈ ગયેલ છે અને રોટરીનગર, રીલીફનગર સહિતના સોસાયટી વિસ્તારમાં કચરા લેવા માટે ગાડી આવતી ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા પાલિકાના સત્તાધીશોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે, પાલિકાના ઉપપ્રમુખ આ વિસ્તારમાં રહેતા હોવા છતાં પણ વોર્ડ નં-૩ માં કચરા કલેક્શનની ગાડી આવતી નથી તો પછી બીજા વિસ્તારોમાં સ્થિતિ શું હશે તે સૌથી મોટો સવાલ છે અને લોકો પાલિકામાં ટેક્સ ભરતા હોય તો પણ તેને પ્રાથમિક સુવિધાઓ પણ પાલિકામાંથી આપવામાં આવતી નથી




Latest News