મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઘુનડા રોડે ઘરમાંથી ૫૯ બોટલ દારૂ-૧૨ બિયરના ટીન સાથે બે ઝડપાયા


SHARE









મોરબીના ઘુનડા રોડે ઘરમાંથી ૫૯ બોટલ દારૂ-૧૨ બિયરના ટીન સાથે બે ઝડપાયા

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ન્યુ એરા સ્કૂલ પાછળના ભાગમાં મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની ૫૯ બોટલ અને બીયરના ૧૨ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૮૦૫૦ નો મુદામાલ કબજે કરીને બે આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ન્યુ એરા સ્કૂલની પાછળના ભાગમાં હાર્દિકભાઈ કાનાભાઈ મકવાણા જાતે રાવળદેવ (ઉંમર ૨૭) ના ભાડાના મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની માહિતી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા ઘરમાંથી ૫૯ બોટલ દારૂ અને બિયરના ૧૨ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૬૮૦૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાર્દિક કાનાભાઈ મકવાણા (ઉંમર ૨૭) અને સોયબ આમદભાઈ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૧) રહે. વીસીપરા વાળાની સામે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરેલ છે




Latest News