મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ભાઈ બહેનનો અવિસ્મરણીય પ્રેમ એટલે “રક્ષાબંધન”


SHARE

















ભાઈ બહેનનો અવિસ્મરણીય પ્રેમ એટલે “રક્ષાબંધન”

રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. જે ભાઈ-બહેનના પ્રેમનો પ્રતીક છે. જોકે ભાઈ બહેનનો પ્રેમ અનંત છે, પરંતુ તેના પ્રેમને વર્ણવતો આ એક તહેવાર આવે છે. એક જ માતાના ઉદરમાંથી જન્મેલા બે અલગ- અલગ બાળક એટલે કે ભાઈ બહેન આમ તો અલગ અલગ છે, પરંતુ પ્રેમની દ્રષ્ટિએ જોતા એક જ વ્યક્તિત્વ છે .એકબીજાના પૂરક છે. નાનપણથી સાથે રમતા રમતા મોટા થાય છે અને અમુક સમયે છુટા પડી જતા, પરંતુ અવિસ્મરણીય અને અવર્ણનીય પ્રેમ છે. જે પ્રેમ રક્ષાબંધનના દિવસે એક સુતરના ધાગાથી દર વર્ષે પ્રેમ વધુને વધુ મજબૂત થતો જાય છે.

ભાઈ, વીરા કે આજનો ટ્રેનિંગ વર્ડ બ્રો બોલતા બહેનનો ચહેરો મલકાઈ જાય છે. એક બહેન માટેની આખી દુનિયા હોય તો એ છે એનો ભાઈ છે. જેને એક વિશ્વાસ હોય છે કે પપ્પા પછીનું કોઈ એનું કવચ હોય એ ભાઈ છે. ભાઈ કે જે હંમેશા બહેનની સામે ક્યારેય પણ વખાણ ન કરે, પરંતુ પાછળથી કોઈ એનું બોલે તો એને ખખડાવી નાખે. કોઈ દિવસ ટીવીનું રીમોટ કે ચાર્જર બહેનને ન આપે, પરંતુ  બહેનને શોપિંગ માટે આખું વોલેટ પોતાનું આપી દેશે. કોઈ દિવસ બહેનના રસોઈના વખાણ ન કરે, પરંતુ હંમેશા બહેનના હાથનું જ જમવાનો આગ્રહ રાખવો, હંમેશા બહેનને તેના કરિયરમાં સપોર્ટ  કરવો સાથે નિયમો પણ બનાવવા, હંમેશા મમ્મી પપ્પા સામે બહેન માટે લડી જાય, પરંતુ બહેનને એના સપના પુરા કરવા સાથ આપે, મોટો ભાઈ હોય તો બહેનને નાની દીકરીની જેમ રાખે અને જો  નાનો ભાઈ હોય તો એક મોટાભાઈની ફરજ બજાવે છે. બહેન ને દુઃખી ન જોઈ શકે હમેશા પોતાના કરતાં વધુ બહેતર વિચારતો એક માત્ર ભાઈ. તું ઘર છોડીને જાય તો સારું એવું કહીને ચીડવતા ભાઈ માત્ર બેન જતી રહેશે એવા વિચારથી મનથી નબળો પડી જાય છે. બહેન પાસે બધા પોતાના કામ હકથી કરાવે, ગુસ્સો કરે, લાડ લડાવે, પ્રેમ આપે. આમ તો ભાઈ બહેન નો પ્રેમ શબ્દમાં વર્ણવવું મુશ્કેલ છે, કારણ કે તે અનંત છે ,મસ્તી છે, કાળજી છે, ગુસ્સો છે ,"એક જિંદગીની ભાઈ બહેનની નો ક જોક છે" ટૂંકમાં, કહીએ તો બહેન માટે ભાઈ એક દુનિયા છે જેના માટે હંમેશા દુઆ કરતી રહે છે .જ્યારે ભાઈ માટે બહેને એક જિંદગીનો મકસદ છે.

(મિત્તલ બગથરીયા-મોરબી




Latest News