મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડીમાં દારૂ વેચવાની ના કહેતા પિતા-પુત્ર સહિત પાંચ ઉપર બુટલેગર સહિત પાંચ શખ્સોનો હુમલો


SHARE









વાંકાનેરના રાતીદેવડીમાં દારૂ વેચવાની ના કહેતા પિતા-પુત્ર સહિત પાંચ ઉપર બુટલેગર સહિત પાંચ શખ્સોનો હુમલો

વાંકાનેરના રાતીદેવડી ગામે આવેલા માતાજીના મંદિર પાસે દારૂ વેચવાની ના પાડતાં વણકર પ્રોઢ અને તેના દીકર તથા ભત્રીજા ઉપર ધોકા, પાઇપ અને કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાતીદેવડી ગામે રહેતા અને કડિયા કામ કરતાં લાલજીભાઇ મલાભાઇ વોરા (૫૩), તેનો દીકરો દિલીપ (૨૪) અને પ્રકાશ (૨૩) તથા ભત્રીજા નરેન્દ્ર હેમરાજભાઇ વોરા (૨૨) અને હેમરાજભાઇ દાનાભાઇ વોરા (૫૨) ગામમાં હતા ત્યારે ગામમાં આવેલા માતાજીનાં મઢ પાસે મુકેશભાઇ વણકર, તેના દીકરો અનિલ, દિવ્યેશ તેમજ તેની સાથે યોગેશ તથા અજાણ્યા શખ્સ દ્વારા ધોકા, પાઇપ આબે કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો અને પાંચ વ્યક્તિને ઇજા કરવામાં આવતા તમામને વાંકાનેરમાં પ્રાથમીક સારવાર આપીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે લાલજીભાઇના કહેવા મુજ્બ સામેવાળા લોકો માતાજીના મઢ નજીક દારૂ વેંચતા હતા જેથી કરીને તેને દારૂ વેચવાની ના પાડતાં તે શખ્સોએ ઝઘડો કરીને હુમલો કર્યો હતો આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી આ બનાવની પોલીસે ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી




Latest News