મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને પીજીવીસીએલના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ


SHARE









મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને પીજીવીસીએલના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

મોરબીની પીજીવીસીએલ કચેરી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મોરબી પીજીવીસીએલ વિભાગની કામગીરી તથા પ્રગતિ અહેવાલ અને આગામી આયોજન અંગેની સમીક્ષા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં કરવામાં આવી હતી

આ બેઠકમાં મંત્રીએ પીજીવીસીએલ વિભાગની કામગીરીનો ચિતાર મેળવી જણાવ્યું હતું કે, મોરબી પીજીવીસીએલની કામગીરી ખૂબ સારી છે. વધુમાં શનાળા તથા વાવડી ડિવિઝન હેઠળ વાડી વિસ્તારમાં વીજળી જોડાણો, મોટી બરાર સબ સ્ટેશન, નારણકા, ઘાંટીલા, ચકમપર વગેરે અંગેની વિવિધ રજૂઆતો અન્વયે ઝડપી યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી. વધુમાં વરસાદી સીઝન પૂરી થતાં ખેડૂતોને વીજળીની મુખ્ય જરૂર પડશે ત્યારે તેમને પૂરતા વીજ દબાણ સાથે વીજળી મળી રહે તે માટે આગોતરું આયોજન કરવા પણ મંત્રીએ સૂચના આપી હતી. ઉપરાતં નવરાત્રીના પર્વ અન્વયે પણ સુચારૂ વીજ માળખું જળવાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, ભાજપના આગેવાન જીગ્નેશભાઈ કૈલા, કે.કે. પરમાર, મોરબી પ્રાંત અધિકારી ડી. એ.ઝાલા, પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટના જી.એમ. ફાઇનાન્સ કે.એસ. મલ્કાન, પીજીવીસીએલ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર બી.આર. વડાવિયા, મોરબી ડિવિઝન-૧ ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પી.પી.બાવરવા, મોરબી ડિવિઝન-૨ ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે.સી. ગોસ્વામી સહિત પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા




Latest News