વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ખાનપર પાસે રજડતા ઢોર સાથે બાઈક અથડાતાં અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE









વાંકાનેરના ખાનપર પાસે રજડતા ઢોર સાથે બાઈક અથડાતાં અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાના ખાનપર ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઈને ઘરેથી વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જેથી કરીને યુવાનને ઇજા થઈ હોય પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લેવામાં આવેલ છે અકસ્માતના બનાવની હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખાનપર ગામે રહેતો રાજેશ દિનેશભાઈ ડાભી નામનો યુવાન પોતાના ઘરેથી વાડીએ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર રખડતા ઢોર સાથે તેનું બાઈક અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવવામાં રાજેશ ડાભીને ઇજાઓ થયો હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે હાલમાં અકસ્માતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી કરીને સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવેલ છે

મારામારી

મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામેના ભાગમાં આવેલ પટેલ મેડિકલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહંમદ સુલેમાન (ઉંમર ૩૫) રહે. દાઉદી પ્લોટ વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે




Latest News