વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળીથી અણિયારી સુધીનો રસ્તો મગરની પીઠ સમાન: વાહન ચાલકો હેનાર પરેશાન


SHARE









મોરબીના પીપળીથી અણિયારી સુધીનો રસ્તો મગરની પીઠ સમાન: વાહન ચાલકો હેનાર પરેશાન

રાજ્યના સ્ટેટ હાઇવે મોરબી પિપળી રોડનો સમાવેશ થાય છે અને આ રસ્તાનું કામ વર્ષ ૨૦૧૮માં કામ કરવામાં આવ્યું હતુ જો કે, જે તે સમયે ૨૯ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ રોડનું કામ ચાલુ હતું ત્યારે જ રોડ તૂટી ગયો હતો જેથી કરીને આમ જોવા જઈએ તો રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારથી જ આ રોડ ઉપર આવતા તમામ ગામડાના લોકો તેમજ જુદાજુદા કારખાનાઓમાં નોકરી માટે જતાં શ્રમજીવીઑ સહિતના પોતાના જીવના જોખમે રોડ ઉપરથી પોતના વાહનો લઈને કે પછી રિક્ષા સહિતના પેસેંજર વાહનોમાં બેસીને પસાર થાય છેમોરબી અને માળિયા તાલુકાના પીપળી, બેલા, રંગપર, જેતપર ,સાપર, અણિયારી, જીવાપર, ચકમપર સહિત લગભગ ૩૫ જેટલા ગામને ઉપયોગી થાય તે પીપળી જેતપર રોડની હાલત દયનીય હાલમાં છે અને વરસાદના લીધે ખાડામાં પાણી ભરાઈ જવાથી નાના મોટા અનેક અકસ્માતો દરરોજ થાય છે તેમ છતાં પણ આ રોડને યોગ્ય રીતે રીપેર કરવાના બદલે તંત્ર દ્વારા માત્ર માટીના ઢગલા કરવામાં આવે છે જે માટી ભારે વાહનોના લીધે ખાડામાંથી નીકળી જાય છે અને માટીના ઢગલા રોડની વચ્ચે થઈ જતાં હોવાથી તે પણ અકસ્માતને નોતરે છે ત્યારે આ રોડ ફોરલેન બને ત્યાં સુધીમાં નિર્દોષ વ્યક્તિના જીવ ન જાય તે માટે યોગ્ય સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે




Latest News