મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની કાંટે કી ટકકર જેવી આગામી વિધાનસભા ચૂંટણીમાં નવા ઉમેરાયેલા ૧૫ હજાર મતદારો ચિત્ર બદલશે..?


SHARE











મોરબીની કાંટે કી ટકકર જેવી આગામી વિધાનસભા ચૂંટણીમાં નવા ઉમેરાયેલા ૧૫ હજાર મતદારો ચિત્ર બદલશે..?

મોરબી ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તે અંતર્ગત નવા નવ હજાર જેટલા યુવા મતદારો તેમજ કુલ મળીને ૧૫ હજારથી વધુ નવા મતદારોની અરજી આવી હોય આ નવા મતદારો કોને ફળશે તેને લઈને હાલ ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય અને સમગ્ર ગુજરાત અને ખાસ કરીને મોરબીમાં કાંટે કી ટક્કર જેવો માહોલ છે તે દરમિયાનમાં નવા મતદારો કોની માથે કળશ ઢોળશે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.


મોરબીમાં ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં નવા મતદારોની નોંધણી માટે ૧૫ હજારથી વધુ અરજીઓ મળી છે.અત્યાર સુધીમાં નામકમી, નામમાં કે ફોટોમાં ફેરફાર, આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લીંક સહિતની ૮૬ હજારથી વધુ અરજીઓ આવી છે. હાઉસ ટુ હાઉસ સર્વે સહિત અનેક કાર્યક્રમો દ્વારા મતદાર યાદી સુધારાના ચૂંટણી શાખાના સઘન પ્રયાસો તંત્ર દ્રારા કરવામાં આવ્યા છે.ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં ૯ હજારથી વધુ યુવા મતદારો મળી કુલ ૧૫,૦૧૧ લોકોએ નવા મતદાર તરીકે નોંધણી માટે અરજી કરી છે. આમ, આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં પ્રથમ વખત નવા યુવા મતદારો દેશના સૌથી મોટા લોકશાહીના પર્વમાં પ્રથમ વખત મતદાન કરી પોતના મતદાનના અધિકારનો અનુભવ કરશે.

આગામી વિધાનસભા ચૂંટણી-૨૨ માં મોરબી જિલ્લામાં મતદાર યાદી ક્ષતિરહિત બને તેમજ મતદાન પ્રત્યે લોકજાગૃતી વધે અને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ કોઇ યુવા મતદાર મતદાનથી વંચિત ન રહે માટે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને મેજીસ્ટ્રેટ જે.બી.પટેલના માર્ગદર્શન તેમજ નાયબ જિલ્લા ચૂટણી અધિકારીના પ્રયાસો થકી હાઉસ ટુ હાઉસ સર્વે અને સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.મોરબી જિલ્લાના ૩ વિધાનસભા મતવિસ્તારમાં નવા મતદારો તરીકે નોંધણી માટે ૧૫,૦૧૧ અરજી આવી છે.જ્યારે આધારકાર્ડ ચૂંટણીકાર્ડ સાથે લિંક કરવા માટે ૫૩,૬૨૯ અરજીઓ, કાયમી સ્થળાંતર કે મૃત્યુના કારણે નામ કમીની ૪,૫૩૨ અરજીઓ અને મતદાર યાદીની હયાત વિગતોમાં નામ-અટક, જન્મ તારીખ, ફોટો સુધારણા માટે તથા ડુપ્લિકેટ કાર્ડ માટે કુલ ૧૩,૧૪૯ અરજીઓ મળી હતી. આમ, આ સઘન કાર્યક્રમ હેઠળ કુલ ૮૬,૩૨૧ અરજીઓ આવી છે.

મતદાર યાદીને ક્ષતિરહિત કરવાના પ્રયાસોમાં જિલ્લા ચૂંટણી શાખા તથા સમગ્ર વહીવટી તંત્રને સફળતા મળી છે સઘન પ્રયાસો દ્વારા કુલ ૮૬,૩૨૧ અરજીઓ મળી છે. ત્યારે વધુમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ કાથડે જણાવ્યું હતું કે, મતદારો હજી સુધારા માટે તથા નવા મતદાર તરીકે નોંધણી માટે મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ પણ ચૂંટણી પહેલા સતત સુધારણા કાર્યક્રમ હેઠળ અરજી કરી શકશે. વધુમાં તેમણે મોરબીની જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ચાલો મતદારયાદીમાં જોડાઈએ અને મતદાન કરવા કટિબદ્ધ બનીએ.






Latest News