મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે વૃદ્ધની જમીન ઉપર દબાણ કરનાર મહિલા સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE







વાંકાનેરના વરડુસર ગામે વૃદ્ધની જમીન ઉપર દબાણ કરનાર મહિલા સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે વૃદ્ધની માલિકીની જમીન ઉપર અનઅધિકૃત રીતે કબજો કરીને વાવેતર કરીને ઉપજ નીપજ લેનારા મહિલા સહિત ત્રણ સામે હાલમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.  #morbitoday

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતા ભરતભાઈ કાનજીભાઈ સુરેલા (ઉંમર ૫૬) એ હાલમાં મગનભાઈ ખોડાભાઈ શેટાણીયા, રૂપાબેન મગનભાઈ શેટાણીયા અને મનસુખભાઈ મગનભાઈ શેટાણીયાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના ગામના સર્વે નંબર ૨૫૧/૧ પૈકી ૨૫ હે. ૦-૮૦=૯૪ ની આશરે પાંચ વીઘા જમીન પચાવી પાડવાના આશયથી આરોપીઓ દ્વારા અનઅધિકૃત રીતે કબજો કરીને તેમાં વાવેતર કરીને પોતાના અંગત લાભ માટે થઈને ઉપજ નીપજ લઈને જમીનનો કબજો ચાલુ રાખેલ છે જેથી કરીને ભરતભાઈ સુરેલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ત્રણની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News