વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી-શનાળા પાસે બે ગોડાઉનમાંથી ૧૮૯૬ બોટલ દારૂ સાથે કુખ્યાત બુટલેગર સહિત ત્રણ શખ્સ ઝડપાયા


SHARE









મોરબીના પીપળી-શનાળા પાસે બે ગોડાઉનમાંથી ૧૮૯૬ બોટલ દારૂ સાથે કુખ્યાત બુટલેગર સહિત ત્રણ શખ્સ ઝડપાયા

મોરબીના પીપળી ગામની સીમ તથા શકત શનાળા જી.આઇ.ડી.સી. ખાતે જુદાજુદા બે ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે વિદેશી દારૂની નાની મોટી ૧૮૯૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯,૩૪,૬૨૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૨૦,૦૪,૬૨૦ ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે સુરેશભાઇ હંબલ તથા નંદલાલ વરમોરાને મળેલ ખાનગી હકિકત આધારે પીપળી ગામની સીમમાં આવેલ રોયલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ પ્લોટ નંબર ૧૭ વાળા ગોડાઉનમાં તથા શનાળા જી.આઇ.ડી.સી.માં ધર્મેશભાઇ પ્રજાપતીના ગોડાઉનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ફડસર ગામે રહેતો ભરતભાઇ નારણભાઇ ડાવેરા (બોરીચા) તથા તેના ભાગીદાર મુકેશ પૌરારામ બિશ્નોઇ રહે. સરણાઉ તાલુકો સાચૌર વાળાએ બન્ને ગોડાઉન ભાડે રાખી તેમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૧૮૯૬ બોટલો તેમજ મહીન્દ્રા બોલેરો પીકઅપ બે ગાડી, એક બાઇક, ચાર મોબાઇલ આમ કુલ ૨૦,૦૪,૬૨૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને હાલમાં ભરતભાઇ નારણભાઇ ડાવેરા જાતે બોરીચા (૩૬) રહે. ફડસર, રતનલાલ સાજનરામ ગોદરા જાતે બિશ્નોઇ (૪૫) રહે. માણકી, રાજસ્થાન અને પારસ ખીયારામ તેતરવાલ હાથે બિશ્નોઇ (૨૮) રહે. દુધગામ ધોરીમન્ના જિલ્લો બાડમેર વાળાની ધરપકડ કરેલ છે




Latest News