મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખેલાડીઓએ સૌ.યુનિ.ની કુસ્તી સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવતા ભાજપ દ્વારા સન્માનીત કરાયા


SHARE









વાંકાનેરના ખેલાડીઓએ સૌ.યુનિ.ની કુસ્તી સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવતા ભાજપ દ્વારા સન્માનીત કરાયા

વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાના કાર્યક્રમને લઈને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ, જિલ્લા અને તાલુકા ભાજપના હોદેદારો અને જિલ્લા પંચાયતના સદસ્યો, વાંકાનેર નગરપાલિકાના પૂર્વ સદસ્યો, તેમજ વાંકાનેર શહેર તેમજ તાલુકા સંગઠન તથા વિવિધ મોર્ચાના હોદ્દેદારો તેમજ સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ બાદ દોશી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રમતવીરોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં વાંકાનેરના રમતવીરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન હતું જેથી ટોળીયા શૈલેષ લક્ષ્મણભાઇ (૫૭ કિલો)એ ગોલ્ડ મેડલ મેળવ્યો છે જેથી કરીને તે હવે નેશનલમાં રમવા કોલાપુર (મહારાષ્ટ્ર) ખાતે જશે તે ઉપરાંત ધરોડીયા આશિષ જયેશભાઇ યોગા સ્પર્ધામાં નેશનલ લેવલે પસંદ થયેલ અને તે ભુવનેશ્વર ખાતે રમવા જશે. સાથે તેને કુસ્તી સ્પર્ધા (૬૫ કિલો) માં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે તો ડાભી જયમીન રાજેશભાઇ, સનુરા વિજય મગનભાઈ અને બાંભવા અવધ દિનેશભાઇએ કુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે જે ખેલાડીઓનું મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, વાંકાનેરના પ્રભારી નિકુંજભાઈ કોટક, હીરાભાઈ બાંભવા સહિતના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા




Latest News