મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના વજેપર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ૭૪ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ


SHARE









મોરબીના વજેપર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ૭૪ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે તેઓએ શહેરના વજેપર વિસ્તારમાં રહેતા ઈસમને ત્યાં રેડ કરી હતી ત્યારે રેણાંક મકાનમાંથી પોલીસને વિદેશી દારીની ૭૪ બોટલ મળી આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ ચાલુ કરેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબીના વજેપર શેરી નંબર ૧૧ માં ભાડાના મકાનમાં રહેતા હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરા જાતે ભાનુશાળી નામના શખ્સને ત્યાં મોડી રાત્રિના રેડ કરી હતી અને મકાનમાં સર્ચ કરવામાં આવતા રહેણાંક મકાનમાંથી પોલીસને વિદેશી દારૂની ૭૪ બોટલો મળી આવી હતી.જેથી હાલમાં રૂપિયા ૨૭,૭૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને હાર્દિક પ્રભુ ગજરા નામના શખ્સ સામે ગુનો નોંધીને તે ઘરે હાજર ન મળી આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.હાલમાં પીએસઆઇ આર.પી.રાણા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના રાજપર (શનાળા) ગામે ઝેરી સાપ કરડી જતા કૈલાશ બાબુભાઈ નામના ૨૩ વર્ષના યુવાનને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

નવલખી પોર્ટ પાસે મારામારી

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા વનરાજસિંહ નટુભા જાડેજા નામના ૩૭ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.નવલખી પોર્ટ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા વનરાજસિંહને મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે ટ્રક ભરવા બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ તથા તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે ટંકારા તાલુકાના વિરવાવ ગામે રહેતા હિમાંશુ મનસુખભાઈ સોલંકી નામના ૨૫ વર્ષના યુવાનને મોરબીના રામચોક પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થવાથી તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને મોરબીના ઉમિયા સર્કલ પાસે રહેતા રાકેશભાઈ દામજીભાઈ નામના ૪૧ વર્ષના યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા તેને સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા અંબારામભાઈ ભવાનભાઈ મુંદડીયા (૬૩) અને કાંતાબેન અંબારામભાઈ (૫૨) બંને ગામના બસ સ્ટેશન પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે રાજકોટ હાઇવે ઉપર અન્ય બાઇક સાથે તેઓની અથડામણ થતા ઇજાગ્રસ્ત થયેલા અંબારામભાઈ અને કાંતાબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા અયાન રાજેશભાઈ જસાણી નામનો સાત વર્ષનો બાળક પરસોતમ ચોક પાસે બાઈકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત થતાં તેને ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો

એક બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામચોકના ઢાળિયા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અજયભાઈ અશ્વિનભાઈ સોલંકી જાતે રાવળદેવ (ઉંમર ૨૪૦ નામના શખ્સની ૮૫૦ રૂપિયાની કિંમતની દારૂની એક બોટલ સાથે ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલથી ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

એક બોટલ દારૂ

મોરબીના રવાપર રોડ ઉપર રાજ બેંક વાળી શેરીમાંથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવ્યો હતો હતો જેથી પોલીસે ૩૭૫ રૂપિયાના દારૂ સાથે આરોપી મુસ્તાકભાઈ બિલાલભાઈ શેખ જાતે સંધી મુસ્લીમ (૨૬) રહે. કાલિકા પ્લોટ વાળાની ધરપકડ કરેલ છે  




Latest News