મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના લીંબાળાધાર પાસે બાઇક આડે કૂતરું ઉતરા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE













વાંકાનેરના લીંબાળાધાર પાસે બાઇક આડે કૂતરું ઉતરા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર તરફ આવતા ને.હા. રોડ ઉપર બાઇક આડે કૂતરું આવી જતાં લીંબાળાધાર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબી બોરીચાવાસ પાસે મકરાણીવાસમાં રહેતા વૃદ્ધને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતકના દીકરાએ બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બોરીચાવાસ પાસે મકરાણીવાસમાં સબજેલની પાછળના ભાગમાં રહેતા ફારૂકશાં સુલેમાનશાં શાહમદાર જાતે ફકીર (૪૦)એ હાલમાં મહેશભાઈ સાદુળભાઈ ચૌહાણ જાતે રાવળદેવ (૩૫) રહે. ચોટીલા ચામુંડા ધર્મશાળા પાછળ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૩/૭ ના રાત્રીના સાડા નવેક વાગ્યે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર તરફ આવતા ને.હા. રોડ ઉપર લીંબાળાધાર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે આરોપીના બાઈકમાં ફરિયાદીના પિતા સુલેમાનભાઈ હાસમભાઈ શાહમદાર (૭૦) અને આરોપીનો દીકરો વાસુદેવ (૮) સાથે બેઠા હતા અને ત્રણ સવારીમા તેઓ રોડ ઉપરથી જતાં હતા ત્યારે બાઇક નંબર જીજે ૧૩ બીબી ૦૨૫૧ ની આડે કુતરુ આવ્યું હતું જેથી કરીને બાઇકને બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ફરિયાદીના પિતા સહિતના ત્રણેય રોડ ઉપર પડી ગયા હતા ત્યારે આરોપીને માથા, મોઢા અને પગે ઇજા થઈ હતી તેના દીકરાને મોઢા તથા પગે છોલછાલની ઇજા થઈ હતી અને ફરિયાદીના પિતા સુલેમાનભાઈ હાસમભાઈ શાહમદાર (૭૦) ને કપાળ અને માથાના ભાગે વધુ ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડાયા હતા અને ચાલુ સારવાર દરમિયાન ફરિયાદીના પિતાનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઇક ચાલકની સામે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News