શું તમે જાણો છો કેટલા લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા ?
મોરબીના માજી ધારાસભ્યના પ્રયાસોથી માળીયા(મી)ના ખડૂતોને નર્મદની કેનાલમાથી મળશે સિચાઈનું પાણી
SHARE
મોરબીના માજી ધારાસભ્યના પ્રયાસોથી માળીયા(મી)ના ખડૂતોને નર્મદની કેનાલમાથી મળશે સિચાઈનું પાણી
મોરબી જીલ્લામાં ચાલુ વર્ષ વરસાદ ખેચાયો છે અને અગાઉ સંતોષકારક વરસાદ થયો નથી જેથી કરીને ખેતરોમાં વાવણી કરીને બેઠેલા ખેડૂતો સિચાઈનું પાણી મળતું ન હોવાથી હેરાન હતા ત્યારે મોરબી માળીયાના માજી ધારાસભ્ય દ્વારા ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકોને બચાવવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવેલ છે અને ગઇકાલે નર્મદા કેનાલમાથી હળવદ તાલુકાનાં જે ગામોને સિચાઈ માટેનું પાણી મળી રહ્યું છે તેવા હળવદ અને માળીયા તાલુકાનાં ૧૮ ગામના ખેડૂતો સામે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ બેઠક કરી હતી અને આ બેઠકમાં માળીયાના ખેડૂતોને સિચાઈ માટેનું પાણી કેનાલમાથી મળી રહે તે માટે આજથી બે દિવસ હળવદના સાત ગામના ખેડૂતો નર્મદા કેનાલમાંથી પાણી ઉપાડશે નહીં અને આવી જ રીતે જો ધ્રાંગધ્રા તાલુકાનાં ખેડૂતો દ્વારા પણ સહકાર આપવામાં આવે તો માળીયા તાલુકાનો સિચાઈનું પ્રશ્ન ઉકેલાઈ જાય તેમ છે તેવું માજી ધારાસભ્ય કાંતિભાઈએ જણાવ્યુ છે.
મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાથી માળીયાના ખેડૂતોને સિચાઈ માટેનું પાણી લેતા હોય છે જો કે, હાલમાં એક બાજુ વરસાદ ખેચાયો છે અને બીજી બાજુ નર્મદા કેનાલમાંથી પાણી મળતું ન હોવાથી ખેડૂતો હેરાન હતા ત્યારે આ પ્રશ્ને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ માળીયા અને હળવદ તાલુકાનાં ૧૮ જેટલા ગામો કે જે ગામના ખેડૂતોને નર્મદની કેનાલમાથી સિચાઈ માટે પાણી મળે છે તેની સાથે હળવદ તાલુકાનાં ટીકર ગામે મિટિંગ કરી હતી જેમાં ૫૦૦ થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા ત્યારે માળીયા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી પહોચતુ ન હોવાથી ખેડૂતોના પાક મુરજાઈ રહયા છે ત્યારે હળવદ તાલુકાનાં ખેડૂતો દ્વારા તેઓને સહકાર આપવામાં આવે તો તેમનો પાક બચી શકે તેમ છે તેવું ધારાસભ્ય સહિતના આગેવાનોએ કહ્યું હતું જેથી કરીને આજે સોમવારથી બે દિવસ માટે હળવદ તાલુકાના અજીતગઢ, ખોડ, જોગડ, મયાપુર, ટીકર, માનગઢ, મીયાણી, ઈંગોરાળા, ઇસનપુર, બોરડી, માલણીયાદ, રણમલપુર સહિતના ગામના ખેડૂતો નર્મદની કેનાલમાંથી સિચાઈ માટે પાણી ઉપાડશે નહીં તેનો નિર્ણય કરવામાં આવેલ છે આમ માળીયા તાલુકાનાં છેવાડાના ગામના ખેડૂતોને સિચાઈ માટેનું કેનાલમાથી પાણી મળે અને તેનો પાક બચાવી શકાય તે માટે હળવદ તાલુકાનાં ખેડૂતો દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈએ એતિહાસિક નિર્ણય ગણાવ્યો છે અને જો આવી જ રીતે ધ્રાંગધ્રા તાલુકાનાં ખેડૂતો દ્વારા પણ સહકાર આપવામાં આવે તો માળીયા તાલુકાનો સિચાઈનો પ્રશ્ન ઉકેલાઈ જાય તેમ છે તેવું તેમણે કહ્યું છે આ બેઠકમાં જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જટુભાઇ ઝાલા, ગણેશભાઈ પટેલ, મનસુખભાઈ પટેલ, રજનીભાઇ પટેલ તેમજ માળિયા તાલુકાના ખેડૂત આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા