મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સતત વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાનના પડકારો અને સંભાવનાઓ અંતર્ગત જીલ્લાકક્ષાની સ્પર્ધા


SHARE









મોરબીમાં સતત વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાનના પડકારો અને સંભાવનાઓ અંતર્ગત જીલ્લાકક્ષાની સ્પર્ધા

ભારત સરકાર દ્વારાં વિજ્ઞાનનાં પ્રચાર અને પ્રસાર માટે નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝિયમ શાળાઓનાં વિધાર્થીઓનાં મનમાં વૈજ્ઞાનિક તપાસ અને વિશ્લેષણાત્મક વિચાર ની ભાવના કેળવવાનો છે.આપણી શાળાઓનાં તેજસ્વી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવાનાં હેતુસર દરવર્ષે નેશનલ સાયન્સ સેમીનાર યોજવામાં આવે છે.ગુજરાતમાં આ સ્પર્ધાઓ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ યોજાય છે. મોરબી જીલ્લા કક્ષાએ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ દ્વારાં આયોજન કરવામાં આવેલ.જેમા રાષ્ટ્રીય વિજ્ઞાન સેમીનારમાં સતત વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાનમાં પડકારો અને સંભાવનાઓ વિષય ઉપર નેશનલ સાયન્સ સેમીનાર તા.૨૧ ના જીલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન થયેલ.જેમાં ધોરણ ૮ થી ૧૦ નાં કે જેની ઉમર ૧૦ થી ૧૭ વય છે તેવાં મોરબી જીલ્લાની વિવિધ સ્કૂલનાં વિધાર્થીઓ દ્વારાં રજુઆત કરવામાં આવી હતી.આ નેશનલ સાયન્સ સેમીનારનો મુખ્ય હેતુ મોરબી જીલ્લાની તમામ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક વિભાગનાં વિધાર્થીઓની વિજ્ઞાનમાં રસ રૂચી વધે, માર્ગદર્શન મળે, તેઓનાં જ્ઞાનમાં વધારો થાય, સમજે અને મિત્રોને સમજાવે તે હતો.જેને સફળ બનાવવા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ.એમ.ભટ્ટ- દિપેનભાઈ ભટ્ટએ જહેમત ઉઠાવી હતી.




Latest News