વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર બાઈક સાથે ગાય અથડાતા યુવાન સારવારમાં


SHARE









મોરબીના કંડલા બાયપાસ ઉપર બાઈક સાથે ગાય અથડાતા યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર પંચાસર અને વાવડી ચોકડી વચ્ચેથી બાઈક લઈને જતા યુવાનના બાઈકની સાથે ગાય અથડાઇ હતી જેથી ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામે રહેતો અંકિત રમેશભાઈ રૂપાલા નામનો ૨૬ વર્ષનો યુવાન વહેલી સવારે સાતેક વાગ્યે કંડલા બાયપાસ ઉપર પંચાસર ચોકડી અને વાવડી ચોકડી વચ્ચેથી બાઈક લઈને જતો હતો ત્યારે ભગવતી હોલ નજીક તેનું બાઈક ગાય સાથે અથડાયું હતું જેથી ઇજાઓ થતા અંકિત રૂપાલાને અત્રે સારવાર માટે ખસેડાયો હતો.હાલ એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

મહિલા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા મેઘીબેન લખુભાઈ ચાવડા નામની ૪૭ વર્ષના મહિલાને સાપ એ ડંખ મારતા તેણીને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ નજીક રહીને મજૂરી કામ કરતો વિલાસભાઈ પૂનમસિંહ ડામોર નામનો ૨૦ વર્ષનો યુવાન અગમ્ય કારણોસર ટર્પેન્ટાઈન ઓઇલ પી જતા તેને સારવાર માટે સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ તાલુકામાં આવેલા ચરાડવા ગામે રહેતા યુવરાજસિંહ ભીખુભા ઝાલા નામનો ૪૯ વર્ષીય યુવાન દેવળીયા ગામ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના મચ્છુનગર વિસ્તારમાં રહેતા શારદાબેન દેવરાજભાઈ વાઘેલા નામના ૬૬ વર્ષીય આધેડ મહિલા ઘરેથી જોડિયા તરફ જતા હતા ત્યારે રસ્તામાં મોરાણા ગામ પાસે તેઓ બાઈકમાંથી નિચે પડી જતા ઇજાઓ થવાથી શારદાબેનને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગર વિસ્તારમાં રહેતા નાનજીભાઈ ગોવિંદભાઈ પરમાર નામના ૬૫ વર્ષીય વૃદ્ધને તેમના ઘેર મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે પ્લોટ વેચાણની બાબતે તેમના નાના ભાઈ ધનાભાઈ અને કાકાના દીકરા મનસુખભાઈ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો જેમાં તેઓને ઈજા થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા મુકેશભાઈ ડામોર નામના ૨૫ વર્ષના યુવાનને લખધીરપુર રોડ ઉપર મોડી રાત્રિના ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો જે અંગે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી તપાસ ચલાવી રહ્યા છે.




Latest News